એક કબૂતરને મારવાની સજા 5,84,220 રૂપિયા કે એક વર્ષની જેલ, જાણો શું છે મામલો

PC: ebird.org

દુનિયાના તમામ દેશોમાં કબૂતર સમસ્યા બની ગયા છે. બીમારી ફેલાવાથી લઈને તમામ વસ્તુઓ માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. જાપાન પણ તેનાથી અલગ નથી, પરંતુ અહી પક્ષીઓને ખાસ કાયદાની સુરક્ષા મળી છે અને કબૂતર પણ આ કાયદાના દાયરામાં આવે છે. જાપાનમાં વાઈલ્ડ લાઈફ લૉ મુજબ કબૂતર અથવા તો કોઈ અન્ય પક્ષીને ઘર કે બાલકનીથી ન તો ભગાવી શકો છો અને ન તો તેના ઈંડા કે માળા સાથે છેડછાડ કરી શકો છો.

જાપાનમાં શું છે કાયદો?

જાપાનના કાયદા મુજબ, જો તમારે પોતાના ઘર, બાલકની કે કોઈ અન્ય જગ્યા પરથી કબૂતર ભગાવવા હોય તો પહેલા સ્થાનિક પ્રશાસન પાસે તેની મંજૂરી લેવી પડશે. ડ્રાઈવરો માટે પણ ખાસ દિશા નિર્દેશ છે. કાયદા મુજબ જો રોડ પર કબૂતર બેસ્યા હોય કે પછી પાર કરી રહ્યા હોય તો ડ્રાઇવરે રોકાવું પડશે, ભલે ટ્રાફિક  સિગ્નલ ગ્રીન કેમ ન હોય.

શું છે આખો મામલો, જેના પર થઈ રહ્યો છે હોબાળો?

હાલના દિવસોમાં જાપાનના એક કેસના બહાને આ કાયદા પર બહેસ છેડાઈ ગઈ છે. સોશિયલ મીડયા પર લોકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં 3 તારીખે એક 50 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન લૉનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસ મુજબ તે રોડ પાર કરી રહ્યો હતો, ટ્રાફિક ગ્રીન સિગ્નલ હતું, પરંતુ આ દરમિયાન કબૂતરોનું એક ટોળું આવી ગયું. એ છતા ડ્રાઇવરે બ્રેક ન લવાની, પરંતુ સ્પીડ વધારી દીધી. તેનાથી એક કબૂતરનું મોત થઈ ગયું. ત્યારબાદ કબૂતરની અટોપ્સી કરવામાં આવી. પશુઓના ડૉક્ટરે જણાવ્યું કે, ટ્રોમા અને શોકના કારણે કબૂતરનો જીવ ગયો.

જાપાનના વન્યજીન સંરક્ષણ કાયદા મુજબ, આ પ્રકારના કેસમાં દંડમાં એક મિલિયન જાપાની યેન (લગભગ 5,84,220 રૂપિયા) અથવા તો 1 વર્ષની જેલની સજાનું પ્રાવધાન છે. એવામાં ડ્રાઇવરે સજા કે દંડ આપવો પડી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2021 અને વર્ષ 2022માં સ્થાનિક પ્રશાસનની મંજૂરી બાદ લગભગ 4,000 કબૂતર માર્યા ગયા હતા અથવા તેમના ઈંડા કે માળા હટાવવામાં આવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp