333 રૂપિયાનો ચેક 90 લાખ રૂપિયામાં થયો હરાજી, આ કારણે વધી ગઈ વેલ્યૂ

PC: reddit.com

એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ બાબતે એક વાત કહેવામાં આવે છે કે તેઓ મુશ્કેલીથી કોઈને ઓટોગ્રાફ આપતા હતા. આ જ કારણ છે કે આજે તેમની સાઇનની કિંમત લાખોમાં છે. હાલમાં જ તેમણે સાઇન કરેલા ચેકની હરાજી કરવામાં આવી રહી છે. આ ચેકની હરાજી 106,985 ડૉલર (ભારતીય ચલણ મુજબ 89,18,628 રૂપિયા)માં થઈ છે. ઓક્શન સ્ટોરે અંદાજો લગાવ્યો હતો કે તેની હરાજી 25 હજાર ડૉલર સુધી જઈ શકે છે, જે ભારતીય રૂપિયામાં 20 લાખની આસપાસ થઈ જાય છે.

આ ચેક 23 જુલાઇ 1976નો છે, જે એપલ કમ્પયુટર કંપની તરફથી જાહેર કરવામાં આવ્યો છે. તેના પર સ્ટીવ જોબ્સની સહી છે. આ ચેકને અમેરિકામાં RR ઓક્શન ફર્મ હરાજી કરી રહી છે. આ ચેક 4.01 ડૉલર (લગભગ 333 રૂપિયા)નો છે. ઓક્શન હાઉસના જણાવ્યા મુજબ, આ ચેકને એ સમયે સાઇન કરવામાં આવ્યો હતો, જ્યારે સ્ટીવ જોબ્સ અને એપલને કો-ફાઉન્ડર સ્ટીવ વોજનિએક એપલ 1 પર કામ કરી રહ્યા હતા. એ સમયે માત્ર 50 કમ્પ્યુટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા.

એ કમ્પ્યુટર્સ કેલિફોર્નિયાની Byte શોપને વેચવામાં આવ્યા હતા. એપલ-1ને પર્સનલ કમ્પ્યુટર્સની દુનિયામાં ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંથી જ એપલના ભવિષ્યને અલગ લક્ષ્ય મળ્યું. આ ચેક બાબતે ઓક્શન કરાવનારી ફર્મે જણાવ્યું કે, આ એપલ કમ્પયુટર કંપની તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. આ 6X3 ઈંચનો છે, જેમાં સ્ટીવ જોબ્સનું નામ લખેલું છે. આ ચેક 23 જુલાઇ 1976ની તારીખનો છે.

આ ચેક Radio Shackને જાહેર કર્યો હતો. આ ચેકમાં એપલનો પહેલો સત્તાવાર એડ્રેસ ‘770 Welch Rd, Ste. 154, Palo Alto’ ઉપસ્થિત છે. ઇતિહાસ પર નજર નાખીએ તો આ ચેકને સાઇન કર્યાના થોડા દિવસ અગાઉ જ એપલ સ્થાપિત કરવામાં આવી હતી. આ ચેક Radio Shackને જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એપલ કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપમેન્ટે મોટી ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp