પગોની તસવીર વેચીને લાખોની કમાણી કરી રહી છે મહિલા, આ 3 કારણોથી ખરીદી રહ્યા છે

PC: twitter.com

તમે એવા લોકો બાબતે સાંભળ્યું હશે, જે તસવીર વેચીને ખૂબ કમાણી કરી રહ્યા છે, પરંતુ આ તસવીરો સામાન્ય હોતી નથી. એવી ખાસ તસવીરો માટે તેમણે સખત મહેનત પણ કરવી પડી છે, પરંતુ એક મહિલા એવી પણ છે, જે ઘર બેઠા માત્ર પોતાના પગોની તસવીરો લે છે અને પછી તેને મોટી રકમમાં વેચી દે છે. તેનાથી તે દર મહિને 5,000 પાઉન્ડ (5 લાખ રૂપિયાથી વધુ) કમાય છે. આ પૈસાઓથી તે દુનિયામાં ફરી રહી છે. છુટ્ટીઓ મનાવી રહી છે અને એક વૈભવી જિંદગી જીવી રહી છે.

તમે વિચારી રહ્યા હશો કે, કોઈ વળી પગોની તસવીરો કેમ ખરીદશે? મહિલાએ તેની પાછળનું કારણ પણ બતાવ્યું છે. 41 વર્ષીય સિની એરિએલ લંડનમાં રહે છે. તે વ્યવસાયે મોડલ અને આર્ટિસ્ટ છે. સિની એક વેબસાઇટ પર પોતાના પગોની તસવીરો પોસ્ટ કરે છે. જ્યાં લોકો તેને સારી એવી રકમ આપીને ખરીદી લે છે. આ કારણે તે મહિનાના લાખો રૂપિયા કમાઈ રહી છે. આ પૈસાથી તે ન્યૂયોર્ક સ્વિત્ઝરલેન્ડ, કમ્બોડિયા, લાસ વેગાસ અને લાઓસ જેવી જગ્યાઓ પર છુટ્ટીઓ મનાવી રહી છે. એ પણ બિઝનેસ ક્લાસ ફ્લાઇટમાં ટ્રાવેલ કરીને.

 
 
 
View this post on Instagram

A post shared by Sini Ariell (@siniariell)

એ સિવાય સિની 68 દિવસોની વર્લ્ડ ટ્રિપ પર પણ ગઈ હતી. તેણે ડેઇલી સ્ટાર સાથે વાત કરતા કહ્યું કે, વેબસાઇટ ઓપન કરું છું અને પગોની તસવીરો ક્લિક કરીને તેમને ત્યાં વેચી દઉં છું. કેટલીક વખત તો મહિનામાં 7 લાખ રૂપિયાની કમાણી પણ થઈ જાય છે. સિનીનું કહેવું છે કે લોકો 3 પ્રકારની તસવીરો જોવાનું પસંદ કરે છે. એક પગોના તાળવા નજરે પડે તેવી. બીજી પગોથી જમીન પર પડેલા સામાનને ઉઠાવતા અને ત્રીજા પગોને આગળ તરફ ખેચતા. બસ આ જ ત્રણ પ્રકારની તસવીરો જોવા માટે લોકો ભારે ભરકમ પૈસા ખર્ચ કરી દે છે.

સિની પહેલા પોતાની તસવીરો વેબસાઇટ પર પોસ્ટ કરે છે. પછી ડિસ્ક્રિપ્શન લખે છે. ત્યારબાદ તે પ્રાઇઝ ફિક્સ કરે છે. તેને વેચીને જે પૈસા આવે છે, તેનાથી તે દુનિયા ફરે છે. સિનીનું કહેવું છે કે, તેને દુનિયા જોવાનું ખૂબ પસંદ છે. તેને અલગ-અલગ પ્રકારના લોકોને મળવાનું, તેમની કહાનીઓ જાણવી અને તેમની જિંદગીને નજીકથી જોવાનું સારું લાગે છે. તેનું કહેવું છે કે તે દુનિયામાં ઘણા દેશોમાં ફરી ચૂકી છે. ન્યૂયોર્ક તેને ખૂબ સારું લાગ્યું, પરંતુ સ્વિત્ઝરલેન્ડ, કમ્બોડિયા અને લાઓસ પણ ઓછા નહોતા. તે અત્યાર સુધી 71 દેશોમાં ફરી ચૂકી છે. એક વખત તેણે 68 દિવસોની ટ્રિપમાં 23 દેશોની યાત્રા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp