આ દેશના ચલણનુ દુનિયામાં સૌથી સારું પ્રદર્શન, નામ સાંભળીને ચોંકી જશો

PC: public.app

દુનિયાના એક દેશનું ચલણ સૌથી સારું પ્રદર્શન કરનારું બન્યું છે, જે નામ સામે આવ્યું છે તે જાણીને તમે ચોંકી જશે. એવા દેશનું નામ સામે આવ્યું છે કે જ્યાં આતંકવાદીઓ શાસન કરે છે.

તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાનનું અફઘાની ચલણ આ ત્રિમાસિક ગાળામાં દુનિયામા સૌથી સારું પ્રદર્શન કરનારા ચલણ તરીકે ઉભરી આવી છે. બ્લુમબર્ગ દ્રારા સંકલિત કરાયેલા આંકડાઓમાં આ વાત સામે આવી છે.બ્લુમબર્ગે કહ્યું કે આ વખતના ત્રિમાસિક ગાળામાં અફઘાની ચલણના મીલિયમાં નોંધપાત્ર 9 ટકાની વૃદ્ધિ જોવા મળી, જે મુખ્ય રીતે માનવીય સહાયતામાં અરબો ડોલરની આવક અને એશિયાના પડોશી દેશો સાથે વેપાર વૃદ્ધિથી પ્રેરિત છે.

બે વર્ષ પહેલાં સત્તા પર કબ્જો કર્યા પછી, તાલિબાને પોતાના ચલણ પર મજબુત પકડ બનાવી રાખવા માટે અનેક ઉપાય લાગૂ કર્યા. એ ઉપાયોમાં સ્થાનિક લેવડ દેવડમાં ડોલર અને પાકિસ્તાની રૂપિયાના ઉપયોગ પર પ્રતિબંધ અને દેશની બહરા અમેરિકી ડોલરના વહેવાર પર સખત પ્રતિબંધ લગાવવો સામેલ છે.

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઇન ટ્રેડીંગને પણ ક્રાઇમ જાહેર કરવામાં આવેલું છે, આ નિયમોનું ઉલ્લંઘન કરનારને જેલની સજાની ધમકી આપવામાં આવેલી છે.

જો કે, આ વિકાસ છતા, અફઘાનિસ્તાન સૌથી ખરાબ વૈશ્વિક માનવાધિકાર રેકોર્ડવાળો ગરીબીથી ત્રસ્ત દેશ બનેલો છે.જ્યારે અફઘાનીએ એક વર્ષ દરમિયાન મૂલ્યમાં 14 ટકાની પર્યાપ્ત વૃદ્ધિનો અનુભવ કર્યો છે. આ કોલંબિયા અને શ્રીલંકાના ચલણને પાછળ છોડીને વૈશ્વિક યાદીમાં ત્રીજા નંબર પર છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે અફઘાનિસ્તાન મોટાભાગે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ પડી ગયું છે. વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં ગંભીર સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં સૌથી ઉંચુ બેરોજગારીનું પ્રમાણ છે, બે તૃત્યાંશ પરિવાર પાયીના સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે,અને મોંઘવારી ચલણની વિપુલતાનો માર્ગ મોકળો કરી રહી છે.

કેટલીક આર્થિક મુશ્કેલીઓને હળવી કરવા માટે, UN 2021 ના અંતથી નાણાં મોકલી રહ્યું છે. UN ઓછામાં ઓછા 18 મહિના સુધી ગરીબોને ટેકો આપવા માટે કુલ 40 મિલિયન ડોલર મોકલશે.

યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે અફઘાનિસ્તાનને આ વર્ષે લગભગ 3.2 બિલિયન ડોલરની સહાયની જરૂર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાની નાણાકીય ટ્રેકિંગ એજન્સીના જણાવ્યા અનુસાર માત્ર 1.1 બિલિયન ડોલર જ આપવામાં આવ્યા છે. સંસ્થાએ ગયા વર્ષે લગભગ 4 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, કારણ કે અફઘાનિસ્તાનમાં 41 મિલિયન લોકો ભૂખમરાના જોખમમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp