કેનેડાના ડિપ્લોમેટ્સને પાછા મોકલ્યા, ભારતના આ પગલાથી અમેરિકા પછી આ દેશ પણ નારાજ

PC: ddnews.gov.in

મોદી સરકારના કેનેડાના 41 ડિપ્લોમેટ્સને પાછા મોકલી દેવાના નિર્ણયથી અમેરિકા બાદ હવે બ્રિટન પણ નારાજ થયું છે.બ્રિટિશ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભારતના આ પગલાથી રાજદ્વારી સંબંધો માટે વિયેના કન્વેન્શનની અસરકારક કામગીરીને અસર થઈ છે. અમે આશા રાખીએ છીએ કે તમામ દેશો 1961માં સ્થાપિત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરશે. જો કે ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપોના જવાબ આપ્યો છે.

જ્યારે ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપ પછી કડક પગલાં લેવાનું શરૂ કર્યુ હતું અને કેનેડાને કહ્યુ હતું કે તેમના ભારતના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લેવામાં આવે. ભારતે એક સપ્તાહનો સમય આપ્યો હતો. કેનેડાએ 41 રાજદ્રારીઓને પાછા બોલાવી લીધા છે.

જો કે ભારતના આ પગલાંથી સૌથી પહેલાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ભારત 1961માં રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરે. મિલરે કહ્યું હતું કે અમે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને પાછા ખેંચવા અંગે ચિંતિત છીએ. કોઈપણ મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારીઓની જરૂર હોય છે.

એ પછી બ્રિટિશ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા શુક્રવારે ભારતના આંતરિક મામલાઓ પર કેનેડિયન રાજદ્વારીઓને જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારના મતભેદોને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિની જરૂર છે. અમે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે સંમત નથી. ભારતના આ નિર્ણયથી ઘણા કેનેડિયન રાજદ્વારીઓએ ભારત છોડવું પડ્યું છે.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમામ દેશો 1961માં સ્થપાયેલા રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરશે. રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, કોઈપણ દેશ દ્વારા આપવામાં આવેલા વિશેષાધિકારોને એકપક્ષીય રીતે સમાપ્ત કરવા પર પ્રતિબંધ છે વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો અનુસાર આમ કરવું એ યોગ્ય નથી.

બ્રિટને એમ પણ કહ્યું કે અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડની તપાસમાં કેનેડાને સહયોગ કરે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યુ હતું કે,અમે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વિદાયને લઈને ચિંતિત છીએ. મતભેદોને ઉકેલવા માટે જમીની સ્તરે રાજદ્વારીઓની જરૂર છે. અમે ભારત સરકારને વિનંતી કરી છે કે કેનેડાની રાજદ્વારી હાજરી ઓછી કરવા પર ભાર ન આપે અને કેનેડામાં ચાલી રહેલી તપાસમાં ભારત સહયોગ કરે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે એક જારી કરેલા નિવેદનમાં કહ્યુ હતું કે કેનેડાના એ આરોપોને અમે ફગાવીએ છીએ કે કેનેડાના ડિપ્લોમેટ્સનેની સંખ્યા સરભર કરવા માટે અમે કોઇ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદોનું ઉલ્લંઘન કર્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, રાજદ્વારીઓની સંખ્યાને સમાન કરવા માટે અમારું પગલું વિયેના સંમેલનના અનુચ્છેદ 11.1 અનુસાર છે, જેમાં કહેવામાં આવ્યું છે ડિપ્લોમેટ્સની સંખ્યા ને લઇને કોઇ ખાસ કરાર ન હોય તો રિસીવિંગ દેશ કોઇ દેશના રાજદ્રારીઓની સંખ્યા એ મર્યાદામાં રાખી શકે છે જેટલી જરૂરિયાત અને સામાન્ય સમજે અને જ્યાં સુધી વિશેષ મિશન માટે વધારાના ડિપ્લોમેટની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp