દાદાની ઉંમરના પુરુષને દિલ દઈ બેઠી 28 વર્ષીય છોકરી, લોકો ઉડાવે છે મજાક

PC: thesun.co.uk

કહેવાય છે કે પ્રેમમાં ઉંમરનું મહત્ત્વ નથી રહેતું. અમેરિકાની એક 28 વર્ષીય યુવતી કેસલે હોપફુલે આ વાતને પૂરી રીતે સાબિત કરી નાખી છે. કેસલે પોતાના દાદાની ઉંમરના પુરુષ સાથે ડેટ કરી રહી છે અને તેને કોઈ ફરક નથી પડતો કે લોકો તેની બાબતે શું વિચારે છે. કેસલેની મુલાકાત 76 વર્ષીય બોનગિયોવેન્ની સાથે એક યોગા ક્લાસમાં થઈ હતી. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવતા ગયા અને તેમને પ્રેમ થઈ ગયો. ધ સનના રિપોર્ટ મુજબ કેસલે હોપફુલ સેન ડિયેગોની રહેવાસી છે અન બોનગિયોવેન્ની અલાસ્કાનો. પોતાની પત્નીના નિધન બાદ બોનગિયોવેન્ની એ એક યોગા ક્લાસ જોઇન્ટ કર્યા હતા.

અહીં તેની મુલાકાત કેસલે સાથે થઈ. પહેલા જ દિવસે બંને વચ્ચે લાંબી વાતચીત થઈ અને પછી એ સિલસિલો આગળ વધતો ગયો. કેસલેએ જણાવ્યું કે તે કંઈક અલગ કરવા માંગતી હતી, એટલે તેણે યોગા ક્લાસ જવાની શરૂઆત કરી. જ્યારે તેની નજર બોનગિયોવેન્ની પર પડી તો તેને લાગ્યું કે તે એક્ટર જોર્જ કાર્લિન છે. કેસલેએ કહ્યું કે મને લાગ્યુ કે મારા ક્લાસમાં જોર્જ કાર્લિન પણ ઉપસ્થિત છે એટલે મેં પોતાનો યોગા મેટ ઉઠાવ્યો અને તેની નજીક પહોંચી ગઈ. ત્યારબાદ જાણવા મળ્યું કે જેને હું એક્ટર સમજી રહી છું તેનું નામ બોનગિયોવેન્ની છે.

તેણે કહ્યું કે બસ અહીંથી જ અમારી વાતચીતની શરૂઆત થઈ. ક્લાસ પૂરા થયા બાદ બોનગિયોવેન્નીએ મારી સામે મિત્રતાનો પ્રસ્તાવ રાખ્યો, જેને મેં સ્વીકારી લીધો. કેસલે હૉપફુલને બોનગિયોવેન્નીનો શાનદાર અવાજ અને તેનો વાત કરવાનો અંદાજ ખૂબ પસંદ છે. બોનગિયોવેન્ની જ્યારે વાત કરે છે તો લાગે છે કે બસ સાંભળતા જ રહો. આ કપલ હાલમાં લિવ ઇન રિલેશનશીપમાં પહે છે અને તેમને લોકોની નિંદાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગે લોકો તેમને પિતા-પુત્રી સમજે છે.

કેસલેના જણાવ્યા મુજબ તેના માટે સૌથી મુશ્કેલ કામ હતું પોતાની દાદીને પોતાના સંબંધ બાબતે બતાવવાનું, જેની ઉંમર તેમના બોયફ્રેન્ડની ઉંમર બરાબર જ છે. કેસલે હૉપફુલની દાદીએ પણ પોતાનાથી ઘણા મોટા પુરુષ સાથે લગ્ન કર્યા હતા, એટલે પોતાની પૌત્રીની ફિલિંગ સમજવામાં પરેશાની ન થઈ. જોકે આસપાસ રહેતા લોકો આ સંબંધને સ્વીકારી ન શક્યા નથી. તેમને સમજ નથી પડતી કે આખરે કેસલે પોતાનાથી 48 વર્ષ મોટા પુરુષ સાથે પ્રેમ કરી રીતે કરી શકે છે. કદાચ આજ ડરથી કેસલેએ બોનગિયોવેન્ની સાથે પોતાના સંબંધોને કેટલાક સમય સુધી સિક્રેટ રાખ્યા હતા, પરંતુ હવે તેને કોઈ ફરક પડતો નથી કે કોઈ શું વિચારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp