અમેરિકાએ આ દેશ પર કરી એર સ્ટ્રાઈક, 30થી વધુ આતંકવાદીઓ ઠાર

PC: aa.com

અમેરિકાએ સોમાલિયાની રાજધાની મોગાદિશુ પર મોટી એર સ્ટ્રાઈક કરી દીધી છે. તેમાં અલ શબાબ આતંકી સંગઠનના 30થી વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકાના આફ્રિકી કમાન્ડના કહેવા પ્રમાણે અલ શબાબ સંગઠનના 100થી વધુ આતંકવાદીઓએ સોમાલિયાની સેના પર હુમલો કરી કરી દીધો હતો. સોમાલિયાના સૈનિકોની રક્ષા માટે અમેરિકાએ આ એર સ્ટ્રાઈક કરી છે, જેમાં અલ શબાબના બે ડઝનથી વધુ આતંકીઓના મોતને ઘાટ ઉતારી દીધા હતા.

કહેવામાં આવી રહ્યો છે કે સોમાલિયાની સેનાએ અમેરિકા પાસે મદદ માંગી હતી. જેના પછી સોમાલિયાની સેના સાથે મળીને અમેરિકાએ આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક કરી દીધી હતી. ઘટના મધ્ય સોમાલિયાઈ શહેર ગલકાડની હોવાનું કહેવામાં આવી રહી છે. જે રાજધાની મોગાદિશુથી આશરે 260 કિમી ઉત્તર-પુર્વ દિશામાં સ્થિત છે. સોમાલિયાની સેનાએ કહ્યું કે 100થી વધારે અલ શબાબના આતંકીઓ સાથે તેમની લડાઈ ચાલી રહી હતી. આ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે. આતંકીઓના ખાત્મા માટે અમેરિકન સેનાની મદદ માંગી હતી.

સોમાલિયામાં અલ શબાબના આતંકીઓથી સરકાર અને સેનાની મદદ કરવા માટે અમેરિકાએ 500થી વધારે સૈનિકો વર્ષોથી તૈનાત કર્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાનથી જ આ અમેરિકન સૈનિકોને સોમાલિયામાં તેનાત કરવામાં આવ્યા છે. જોકે પછીથી ટ્રમ્પ સરકારે સ્થિતિને સામાન્ય કહીને અમેરિકન સૈનિકોને હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હાલના રાષ્ટ્રપતિ જો બાઈડને  ટ્રમ્પના નિર્ણયને બદલીને સોમાલિયામાં ઓછામાં ઓછા 500 અમેરિકન સૈનિકોની હાજરી રાખવાનો નિર્ણય લીધો હતો. બાઈડને આ નિર્ણય ના લીધો હોતે તો આજે અલ શબાબના આતંકી સોમાલિયન સેના પર ભારે પડી ગઈ હોતે.

અમેરિકાએ સોમાલિયામાં અલ શબાબની હાજરીવાળા વિસ્તારોમાં ઘણા સર્જીકલ સ્ટ્રાઈક કરી ચૂક્યું છે. અલગ અલગ સર્જીકલ સ્ટ્રાઈકમાં અલ શબાબના ઘણા ડઝનો આતંકી અત્યાર સુધીમાં મરી ચૂક્યા છે. તેનાથી સોમાલિયાઈ સરકાર પણ રાહતનો શ્વાસ લઈ રહી છે. આ પહેલા નવેમ્બર 2022માં પણ અમેરિકન સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં મોગાદિશુથી 285 કિમી ઉત્તર-પૂર્વમાં 17 આતંકવાદી માર્યા ગયા હતા. આ સિવાય ડિસેમ્બરના અંતમાં પણ અલ શબાબના 6 આતંકીઓ માર્યા ગયા હતા. અમેરિકન સેનાઓ સોમાલિયાની આતંકવાદીઓથી રક્ષા કરવા માટે તૈનાત કરવામાં આવી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp