યુક્રેન યુદ્ધને ભૂલ્યું અમેરિકા? આ ખાસ મિશન માટે સાથે આવ્યા US-રશિયા

PC: thetimes.co.uk

યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વધતો તણાવ કોઇથી છૂપો નથી. બંને જ દેશ એક બીજા સામસામે છે. તો જો અંતરીક્ષ શોધ અને કાર્યક્રમોની વાત કરવામાં આવે તો બંને દેશ એક સાથે ઊભા નજરે પડે છે. એવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે બે રશિયન અંતરીક્ષ યાત્રી અને એક અમેરિકન અંતરીક્ષ યાત્રીઓએ શુક્રવારે ઉડાણ ભર્યા બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા. આ અગાઉ  રોસકોસમોસના અંતરીક્ષ યાત્રી ઓલેગ કોનોનેન્કો અને નિકોલાઈ ચૂબ અને NASAના અંતરીક્ષ યાત્રી લોરલ ઓ’હારાએ સોયુજ MS-24 અંતરીક્ષ યાનમાં સવાર થઈને કજાકિસ્તાનના બેકોનૂર કોસ્મોડ્રોમથી ઉડાણ ભરી હતી.

રશિયન સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, ચાલક દળ 3 કલાક બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પહોંચ્યું. ઓર્બિટિંગ સ્ટેશનમાં આ 3 અંતરીક્ષ યાત્રીઓ સાથે યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રતિનિધિઓ સહિત 3 રશિયન, 2 અમેરિકન અને એક જાપાની અંતરીક્ષ યાત્રી સામેલ હશે.કોનોનેન્કોએ ઉડાણ અગાઉ તણાવ તરફ ઈશારો કરતા કહ્યું કે, અંતરીક્ષમાં અમે એક-બીજાનો ખ્યાલ રાખીએ છીએ. એકબીજાને સાંભળીએ છીએ અને એક-બીજાને સમજીએ છીએ. ત્યાં અમે પોતાના સંબંધોને લઈને ખૂબ જ સંવેદનશીલ હોઈએ છીએ.

તો ઓ’હારાએ સ્ટેશનના વખાણ કરતા કહ્યું કે, તે દેશોને એક સાથે લાવી શકે છે. હું જહાજ પર ચઢવા અને એ ક્રૂ સાથીઓને જોવા માટે ઉત્સાહિત છું, જે અમારી રાહ જોઈ રહ્યા છે. કોનોનેન્કો અને ચૂબ ISSમાં એક વર્ષ વિતાવશે. તો ઓ’હારા 6 મહિના રહેશે. ઓ’હારા અને ચૂબ માટે આ પહેલું મિશન છે. ચૂબનું કહેવું છે કે, અંતરીક્ષ યાત્રા કરવું તેમનું બાળપણનું સપનું હતું અને તેમણે પોતાના આ સપનાને હાંસલ કરવા માટે પોતાની આખી જિંદગી લગાવી દીધી. આ ત્રણેય ત્યાં રશિયન દિમિત્રી પટેલિન અને સર્ગઇ પ્રોકોપિયેવ સાથે સાથે NASAના આંતરીક્ષ યાત્રીઓને માર્ચમાં ધરતી પર ફરવાનું હતું, પરંતુ તેમના જહાજ સોયુજ MS-22 કોઈ ઉલ્કાપિંડ સાથે ટકરાઇ જવાના કારણે તેમાં ટેક્નિકલી ખરાબી આવી ગઈ હતી.

હવે તેઓ MS-23થી ધરતી પર પાછા ફરશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન સાથે અંતરીક્ષ સહયોગને મજબૂત કરવા માગે છે કેમ કે યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોની નિંદા અને પ્રતિબંધ તેજ થઈ ગયા છે. પુતિને રશિયાના સુદૂર પૂર્વ ક્ષેત્રમાં નવા વોસ્તોચન સ્પેસપોર્ટ પર ઉત્તર કોરિયાના એકાંતપ્રિય નેતા કિમ જોંગ ઉનની મેજબની કરી અને બંનેએ ઉત્તર કોરિયાને અંતરીક્ષમાં મોકલવાની સંભાવના પર ચર્ચા કરી. ગયા મહિને રશિયાનું લૂના-25 ચંદ્રની સપાટી પર પગલું રાખવામાં નિષ્ફળ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp