અમેરિકન ગોરાઓ હવે ભારતનું દુધ પીશે, ગુજરાતની કંપની પિવડાવશે

PC: amul.com/

ગુજરાતની એક કંપનીએ એવી યોજના બનાવી છે કે હવે અમેરિકન ગોરાઓ પણ ભારતીય દુધ પીતા થઇ જશે. ભારતની અગ્રણી ડેરી કંપની અમૂલે બિઝનેસની દુનિયામાં વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતીય મૂળની આ કંપની હવે અમેરિકામાં દૂધનો બિઝનેસ કરશે. અમૂલ અમેરિકામાં ફ્રેશ મિલ્ક પ્રોડક્ટ લોંચ કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે ગુજરાતની આ કંપનીએ અમેરિકાના પૂર્વ તટ અને મધ્યપશ્ચિમ બજારોમાં તાજા દૂધનું વેચાણ કરવા માટે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) સાથે કરાર કર્યો છે. પહેલીવાર એવું બનશે કે અમૂલ દેશની બહાર પણ દુધ વેચશે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે,અમૂલ અમેરિકામાં તાજા દૂધની પ્રોડક્ટ લોન્ચ કરશે. તેમણે કહ્યું કે અમે અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ સાથે કરાર કર્યો છે. મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) ડીલની જાહેરાત 20 માર્ચે યોજાયેલી તેની વાર્ષિક સાધારણમાં કરવામાં આવી હતી.

આવું પહેલીવાર બનશે કે અમૂલ મિલ્ક, ભારતની બહાર ક્યાય પણ ગઇ હોય. અમૂલ અમેરિકા જેવા માટો બજારોમાં પગપેસારો કરવા જઇ રહી છે. જયેન મહેતાએ કહ્યું કે, તેની કિંમત પણ સારી હશે. અમૂલ અમેરિકામાં અમૂલ બ્રાન્ડ હેઠળ એક ગેલન ( 3.8 લીટર) અને અડધો ગેલન ( 1.9 લીટર) પેકમાં તાજા દુધની ચેઇન લોન્ચ કરશે.

મહેતાએ આગળ કહ્યું કે, એમાં 6 ટકા ફેટવાળું અમૂલ ગોલ્ડ, 4.5 ટકા ફેટવાળું અમૂલ શક્તિ, 3 ટકા ફેટવાળું અમૂલ તાજા અને 2 ટકા ફેટવાળું દુધ અમૂલ સ્લિમ સામેલ છે. જો કે, મહેતાએ એ વાતની ચોખવટ નથી કરે કે, અમૂલ ક્યારથી અમેરિકાના બજારમાં દુઘ વેચવાનું શરૂ કરશે.

ભારતમાં અમૂલ તાજા 500 MLનો ભાવ 27 રૂપિયા, 180 ML 10 રૂપિયા, 1 લીટરનો ભાવ 54 રૂપિયા, 2 લીટરનો ભાવ 108 રૂપિયા અને 6 લીટરનો 324 રૂપિયા ભાવ છે. અમૂલ ગોલ્ડની એક લીટરની કિંમત 66 રૂપિયા અને 500 ML 33 રૂપિયા, અમૂલ ગોલ્ડ 6 લીટર 396 રૂપિયા, અમૂલ કાઉ મિલ્ક 500 ML 28 રૂપિયા અને 1 લીટર 56 રૂપિયાનો ભાવ છે. અમૂલ ભેંસ દુધ 500 ML 35 અને 6 લીટરનો ભાવ 420 રૂપિયા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp