જમીન ખોદતા મળ્યો 11,000 વર્ષ જૂનો ખજાનો, અંદર હતી ડરામણી વસ્તુ, થયો ખુલાસો!

PC: hindi.news18.com

તુર્કીમાં એક પુરાતત્વીય સ્થળ પર ખોદકામ કરી રહેલા સંશોધકોને જ્યારે 11 હજાર વર્ષ જૂનો ખજાનો ભૂગર્ભમાં મળ્યો ત્યારે આશ્ચર્ય થયું. તેની સાથે જ ડરામણી વસ્તુઓ પણ જોવા મળી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી, તો એક એવો સનસનીખેજ ખુલાસો સામે આવ્યો, જેના વિશે જાણીને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખુલાસા પછી, એવું કહી શકાય કે, જે પરંપરાઓ આજે પણ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે હજારો વર્ષો પહેલા જ વિકસિત થઈ હતી. જ્યાં આ વસ્તુઓની શોધ થઈ, તે સ્થળનું નામ બોનકુકલુ તરલા પુરાતત્વીય સ્થળ છે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, જમીનના ખોદકામ દરમિયાન માનવ હાડકાં જેવી ડરામણી વસ્તુઓ મળી આવી હતી, સાથે જ તેમાં વીંટાળેલા વિવિધ ધાતુઓથી બનેલા આભૂષણો અને ઝવેરાતના રૂપમાં ખજાનો પણ મળ્યો હતો. જ્યારે આ તમામ બાબતોનું કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું, ત્યારે હજારો વર્ષોથી ચાલી આવતી કાન-નાક વીંધવાની પરંપરાના પુરાવા મળ્યા. અંકારા યુનિવર્સિટીની ટીમે 100થી વધુ જ્વેલરીની તપાસ કરતી વખતે આ ઘટસ્ફોટ કર્યો હતો. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે, નાક અને કાન વીંધવાની પરંપરા સો-બેસો વર્ષ જૂની છે.

પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે, આ તમામ આભૂષણો સીધા તેમના કાન અને ચિન (નીચલા હોઠનો નીચેનો ભાગ)ની બાજુમાં મળી આવ્યા હતા, જે કાન અને નાક વીંધાવ્યા પછી પહેરવામાં આવતા હોવાના મજબૂત પુરાવા પૂરા પાડે છે. શોધમાં મળેલા આભૂષણોમાંથી, 85 સંપૂર્ણ સારી એવી સ્થિતિમાં છે, મોટાભાગે ચૂનાના પથ્થર, ઓબ્સિડીયન અથવા નદીના કાંકરાથી બનેલા છે. ટીમે કહ્યું કે, તેમના અલગ-અલગ આકાર સૂચવે છે કે, તેને કાન અને નીચેના હોઠ બંનેમાં પહેરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આ જ્વેલરી માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ પહેરતા હતા.

આજકાલ તો બાળકોના નાક અને કાન પણ વીંધવામાં આવે છે, પરંતુ ત્યારે આવું નહોતું. તે સમય દરમિયાન ફક્ત પુખ્ત વયના લોકો જ આ કરતા હતા. તપાસ ટીમે જણાવ્યું હતું કે, જ્યાં બાળકોને દફનાવવામાં આવ્યા હતા, ત્યાં અમને કોઈ પણ પ્રકારના ઘરેણાં મળ્યા નથી, જે સાબિત કરે છે કે, તે સમયે બાળકોના શરીરને વીંધવાની પરંપરા અસ્તિત્વમાં નહોતી. સંશોધકોએ એમ પણ કહ્યું કે, આ દર્શાવે છે કે નાક, કાન અને હોઠને વીંધવા માત્ર સૌંદર્યલક્ષી નથી, પરંતુ સામાજિક મહત્વ પણ છે. તે સૂચવે છે કે વ્યક્તિ પરિપક્વતા સુધી પહોંચી ગઈ છે.

આ શોધ સાથે સંકળાયેલા ડૉ. એમ્મા બાસેલે કહ્યું, 'આ દર્શાવે છે કે, જે પરંપરાઓ હજુ પણ આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે, તે હજારો વર્ષ પહેલાં વિકસાવવામાં આવી હતી, જ્યારે લોકો 10,000 વર્ષ પહેલાં પશ્ચિમ એશિયામાં પ્રથમ વખત સ્થાયી ગામોના વસવાટ કરવાનું શરુ કર્યું હતું. તેમની પાસે મણકા, કડા અને પેન્ડન્ટનો સમાવેશ કરતી ખૂબ જ જટિલ સુશોભન પ્રથાઓ હતી, જેમાં એક અત્યંત વિકસિત પ્રતીકાત્મક દુનિયાનો સમાવેશ થાય છે, જે માનવ શરીર દ્વારા વ્યક્ત કરાયેલી હતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp