77 વર્ષની ઉંમર 'દાદી'એ કર્યા 24 વર્ષના યુવાન સાથે લગ્ન, બન્ને કહે છે ખુબ ખુશ છે

PC: nypost.com

કહેવાય છે ને કે, પ્રેમ ક્યારેય ઉમર, ધર્મ જોતો નથી. એવી જ એક કહાની છે અમેરિકાના દંપત્તિની, જેમની વચ્ચે 53 વર્ષનું અંતર છે. 24 વર્ષનો ગૈરી અને 77 વર્ષની અલ્મેડાએ 2015માં લગ્ન કર્યા હતા. જો કે, આ સંબંધના કારણે તેમને લોકોએ ટ્રોલ કર્યા હતા. પણ આ દંપત્તિને એનાથી કઈ ફર્ક પડતો નથી. ગૈરી અને અલ્મેડા કહે છે કે, અમને અમારી રિલેશનશિપને લઈને કોઈ જ પસ્તાવો નથી. કેમ કે, અમે ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છીએ.

‘મિરર’ના રિપોર્ટ મુજબ, આ કપલ પ્રથમ વાર 2015માં અલ્મેડાના દીકરી રોબર્ટના અંતિમ સંસ્કારમાં મળ્યા હતા. ગૈરીની ઉમર તે સમયે 17 વર્ષ હતી, જ્યારે અલ્મેડાની 71 વર્ષ હતી. આ પ્રથમ મુલાકાત પછી ગૈરી અને અલ્મેડાની વચ્ચે વાતો થવા લાગી, બંનેની વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ અને 15 દિવસ પછી જ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

કપલની વચ્ચે 53 વર્ષનો એજ ગેપ

આ કપલની વચ્ચે એજ ગેપ ખૂબ જ વધારે છે. હાલમાં ગૈરીની ઉમર 24 વર્ષ છે, તેમજ અલ્મેડા 77 વર્ષની છે. તે કહે છે કે, બંનેનું લગ્ન થવું સરળ ન હતું, તેમણે એવા લોકોની પરવા ન કરી, જે તેના અને ગૈરીના લગ્નના સમર્થનમાં ન હતા. છેલ્લા ઓક્ટોબર મહિનામાં જ તેમને પોતાની છઠ્ઠી એનિવર્સરી મનાવી હતી.

કેવું છે લગ્ન જીવન?

લગ્ન જીવન વિશે ગૈરીનું કહેવું છે કે, અમારું લગ્ન જીવન શાનદાર છે અને અમારી વચ્ચે સારી કેમિસ્ટ્રી છે. અલ્મેડાની વિશે ગૈરી કહે છે કે, ‘તે મારી જીવન સાથી છે.’ અલ્મેડા પણ ગૈરીની સાથે લગ્ન કરીને ખુશ છે. તે કહે છે કે  આપણે જીવનમાં તે કરવું જોઈએ, જેનાથી આપણને આનંદ મળી શકે છે.

પોતાના લગ્નના વિશે 24 વર્ષના ગૈરી કહે છે કે, ‘અમે એક સારા અને લાંબા સમય સુધી ચાલશે તેવા લગ્ન કર્યા છે.’ જો કે, દંપત્તિના પરિવાર અને મિત્રોમાંથી અનેક લોકોએ આ સંબંધને અયોગ્ય ગણાવ્યો. ઓનલાઇન યૂઝર્સ પણ તેમણે ટ્રોલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp