20 લક્ઝરી કારના કાફલા સાથે અનંત અંબાણી, ભારતમાં આ કાર ફક્ત 3 લોકો પાસે છે

PC: cartoq.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો એક વીડિયો આ દિવસોમાં લોકોના હોશ ઉડાવી રહ્યો છે. આ વીડિયોમાં તે દુબઈમાં શોપિંગ કરતો જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે 20થી વધુ વાહનોના કાફલા સાથે શોપિંગ માટે દુબઈ મોલમાં પહોંચ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, તે 10 કરોડ રૂપિયાની કારમાં ખરીદી કરવા ગયો હતો. આ દરમિયાન તેની સંપત્તિ જોવા જેવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. આ લગ્ન મુંબઈમાં થવાના છે. એવું માનવામાં આવે છે કે, અનંત અંબાણી તેમના લગ્નની ખરીદી માટે જ દુબઈના મોલમાં પહોંચ્યા હતા. વાયરલ થઈ રહેલા અનંત અંબાણીના વીડિયોમાં તમે એક અદભુત નારંગી રંગની કાર જોઈ શકો છો. તે આ કારમાં બેસી ખરીદી કરવા આવ્યો હતો. નારંગી રંગની આ કાર Rolls-Royce Cullinan Black Beige છે. ભારતમાં આ કાર માત્ર ત્રણ લોકો પાસે છે. જુઓ વિડિયો...

 
 
 
View this post on Instagram

A post shared by Ali Muntazir Khan (@ali_muntazir_n160)

વીડિયોમાં તમે અનંત અંબાણીની સુરક્ષામાં લાગેલા 20 વાહનોનો કાફલો પણ જોઈ શકો છો. અહીં તમને જણાવી દઈએ કે, Rolls-Royce Cullinanને લક્ઝરી SUVમાં ભારતના લોકોની પહેલી પસંદ માનવામાં આવે છે. આ વાહન ભારતમાં વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેની ટેક્સ સાથે કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા થાય છે. અહીં તમને જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પાસે પણ આ કાર ભારતમાં છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થવાના છે. ગયા મહિને જામનગરમાં તેમની પ્રી-વેડિંગ સેરેમની થઈ હતી. જેમાં વિશ્વભરમાંથી અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. તેમાં વૈશ્વિક પોપ આઇકોન રીહાન્ના, મેટા પ્લેટફોર્મના બોસ માર્ક ઝુકરબર્ગ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનો સમાવેશ થાય છે. આ ઘટનાનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. જેમાં માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની અનંત અંબાણીને તેમની ઘડિયાળ વિશે પૂછી રહ્યા હતા. આ ઈવેન્ટમાં અંબાણીએ રિચર્ડ મિલે બ્રાન્ડની ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળો વિશ્વભરમાં લક્ઝરીના પ્રતીક તરીકે ઉભરી આવી છે. આ બ્રાન્ડની માત્ર 5,300 ઘડિયાળો એક વર્ષમાં બને છે જેની સરેરાશ કિંમત 250,000 ડૉલર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં માત્ર ત્રણ લોકો પાસે જ Rolls Royce Cullinan Black Badge કાર છે. જેમાં મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન અને હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાનનો સમાવેશ થાય છે. આ સિવાય મુકેશ અંબાણી પાસે બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, BMW, Audi, Lexus, Volvo, Toyota સહિત અન્ય ઘણી કંપનીઓની લક્ઝરી કાર છે. અંબાણી પરિવાર પાસે તેમની સુરક્ષા માટે ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ G-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ અને MG ગ્લોસ્ટર તેમજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવા વાહનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp