ચીન ખાતે બાળકોમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, સરકારની શાળાઓ બંધ કરવાની તૈયારી

PC: indiatoday.in

કોરોનાનો કહેર જોવા મળ્યા બાદ લોકો મહામારીના નામથી પણ ડરવા લાગ્યા છે. એવામાં વધુ એક મહામારીનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ બીમારી ફેલાવાની શરૂઆત પણ કોરોનાની જેમ ચીનથી જ થઈ રહી છે. ચીનની ઘણી હૉસ્પિટલોમાં આ રહસ્યમય બીમારીના દર્દી જોવા મળી રહ્યા છે, જે તેજીથી વધતા જઈ રહ્યા છે. તેના પર રિપોર્ટ્સ આવ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ચિંતા પણ વધી ગઈ છે. WHOએ આ રહસ્યમય બીમારી બાબતે વધુ જાણકારી માગી છે. આ બીમારી ખાસ કરીને શાળાના બાળકોમાં જોવા મળી રહી છે.

ચીન સહિત દુનિયાના ઘણા દેશો અત્યારે પણ કોરોનાથી બહાર આવી શક્યા નથી. એવામાં હવે લોકોને એ સમય યાદ આવવા લાગ્યો છે, જ્યારે કોરોનાના શરૂઆતી સમયમાં હતો. આમ તો આ મહામારીને ન્યૂમોનિયા સાથે હળતો-મળતી બતાવવામાં આવી રહી છે, પરંતુ તેના કેટલાક લક્ષણ ન્યૂમોનિયાથી અલગ છે. તેની ઝપેટમાં આવતા બાળકોના ફેફસામાં સોજો જોવા મળી રહ્યો છે. તો તેમને સખત તાવ સાથે ખાંસી, ફ્લૂ અને શ્વાસ લેવામાં પરેશાની જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રહસ્યમય ન્યૂમોનિયા સાથે જોડાયેલા મોટા ભાગના દર્દી ચીનના ઉત્તર-પૂર્વી બીજિંગ અને લિયાઓનિંગની હૉસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. સ્થિત એટલી વધારે ખરાબ છે કે સંસાધનો પર ખૂબ દબાવ પડવા લાગ્યો છે. બીમારીનો પ્રકોપ એટલો વધુ છે કે સરકારે અહીં શાળા બંધ કરવાની તૈયાયરી કરી લીધી છે. આ બીમારીને લઈને એક ઓપન એક્સેસ દેખરેખ પ્રોમેડ એલર્ટે દુનિયાભરમાં ચેતવણી જાહેર કરી છે. આ મંચ પર આખી દુનિયાના માણસો અને પ્રાણીઓમાં થતી બીમારીઓ પર નજર બનાવી રાખે છે. ચીનમાં સામે આવેલા રહસ્યમય ન્યૂમોનિયા બાબતે ચેતવણી આપતા આ સંસ્થાએ કહ્યું કે આ બીમારીનો પ્રકોપ ખાસ કરીને બાળકો પર જ જોવા મળી રહ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ બીમારીની ચોંકાવનારા રિપોર્ટ્સ સામે આવ્યા બાદ ચીન પાસે વિસ્તૃત જાણકારી આપવાનો અનુરોધ કર્યો છે. WHOએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ બીમારી બાબતે ચીને 13 નવેમ્બર 2023ના રોજ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું. સ્વાસ્થ્ય એજન્સીએ ચીનને આ બીમારી સાથે જોડાયેલા કેસની સખત દેખરેખ રાખવા માટે કહ્યું છે. WHOએ જણાવ્યું કે, 21 નવેમ્બરના રોજ પ્રોમેડે ઉત્તરી ચીનમાં ફેલાઈ રહેલી આ બીમારી બાબતે સૂચના આપી. WHO ચીન પાસે આ બીમારી બાબતે હજુ વધારે જાણકારી માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp