પાકિસ્તાનમાં જમીન પર પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ

PC: aajtak.in

કંગાળ પાકિસ્તાનથી એક વધુ ચોંકવનારી તસવીર સામે આવી રહી છે. અહીં બેરોજગારી એટલી હદ સુધી છે કે, સરકારી નોકરી માટે પરીક્ષા આપવા માટે આવેલા અભ્યર્થિઓએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જમીન પર બેસીને પરીક્ષા આપવી પડે છે. આ ઉમેદવાર પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. યુઝર્સ પાકિસ્તાનની સરકારને ઘેરી રહ્યા છે. ઇસ્લામાબાદ પોલીસ ભરતીમાં ભારે ભીડે દેશમાં બેરોજગારી પર એક નવી ચર્ચા ચાલુ કરી છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દેશનો ખજાનો લગભગ ખાલી જ થઇ ગયો છે. ત્યાં રસોઇ ગેસથી લઇને જરૂરી સામાન સુધીની અછત છે. આર્થિક તંગીથી જઝૂમી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે લોન આપવા પહેલા એક ખાસ વાત કરી છે. IMFએ કહ્યું છે કે, પાકિસ્તાને પોતાના ખર્ચ ઓછા કરવાની જરૂર છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલ અનુસાર, IMF પાકિસ્તાનના નાણાંમંત્રાલય અને સંઘીય રાજસ્વ બોર્ડના પ્રદર્શનથી સંતુષ્ટ નથી.

પાકિસ્તાનમાં બેરોજગારી પણ ચરમ પર છે. સરકારી નોકરીઓમાં ભરતી થઇ નથી રહી જેથી બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે, ભરતીઓમાં લાખોની સંખ્યામાં આવેદન કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક તસવીર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીર ઇસ્લામાબાદમાં સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની છે. અહીં પોલીસ જોબ્સમાં 1667 સીટો માટે 32000 ઉમેદવારોએ હિસ્સો લીધો અને પરીક્ષા આપવા પહોંચ્યા છે.

ઇસ્લામાબાદ પોલીસ અનુસાર, પાછલા પાંચ વર્ષોથી પોલીસ કોન્સ્ટેબલનું પદ ખાલી પડ્યા હતા. દરેક ચરણોની પરીક્ષા માટે તૈયારી કરવામાં આવી હતી. પાકિસ્તાન ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ દ્વારા 2022માં જારી એક રિપોર્ટ અનુસાર, દેશના 31 ટકાથી વધારે યુવા વર્તમાનમાં બેરોજગાર છે. આ 31 ટકામાંથી 51 ટકા મહિલાઓ છે જ્યારે, 16 ટકા પુરૂષ છે, જેમાંથી કેટલાક ડિગ્રી ધારક છે. પાકિસ્તાનની લગભગ 60 ટકા આબાદી 30 વર્ષી ઓછી ઉંમરની છે. જ્યારે, હાલનો બેરોજગારી દર 6.9 ટકા છે.

ઇસ્લામાબાદ પોલીસ અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા માટે 1667 ખાલી જગ્યાનું એલાન કરવામાં આવ્યું હતું. તેના માટે આખઆ પાકિસ્તાનથી 30000થી વધારે પુરૂષ અને મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું અને લેખિત પરિક્ષામાં પહોંચ્યા હતા. પાકિસ્તાન પાછલા ઘણા સમયથી આર્થિક સંકટોથી પરેશાન છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં જ્યાં રાજકીય સ્થિરતા સંકટમાં આવી હતી તો બીજી બાજુ પૂરે એક તૃત્યાંશ પાકિસ્તાનના લાખો લોકો ગંભીર રૂપે હેરાન થયા હતા.

પાકિસ્તાને વૈશ્વિક મંચ પર મદદ માગી હતી, જે બાદ કેટલાક દેશો તરફથી મદદ કરવામાં આવી હતી. IMF, જુલાઇમાં પાકિસ્તાન માટે લોનની રકમ વધારવા માટે રાજી થયું હતું. જેના હેઠળ પાકિસ્તાનને 1.2 અબજ ડોલરનું વધારાનું ઋણ આપવાની વાત થઇ હતી. આ લોન મળ્યા બાદ પાકિસ્તાન પર IMFના 7 અબજ ડોલરનું ઋણ થઇ જશે. ન્યુઝ એજન્સી અનુસાર, IMFએ લોન કાર્યક્રમની નવમી સમીક્ષા વાતચીત પહેલા પાકિસ્તાનને ખર્ચ ઓછા કરવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp