કરાચી ચક્રવાતથી બચવા પાછળ અનોખુ રહસ્ય, શું સૂફી સંતની મજાર રોકે છે તોફાન?

PC: tribune.com.pk

પાકિસ્તાનના દક્ષિણી શહેર કરાચી પર ચક્રવાત આસનાનું જોખમ મંડરાઇ રહ્યું છે. કરાચી અરબ સાગરના કિનારા પર સ્થિત છે. રાતભર થયેલા હળવા વરસાદ બાદ શુક્રવારે શહેરમાં શાળા બંધ કરી દેવામાં આવી અને હવામાન સંબંધિત ચેતવણી જાહેરાત કરવામાં આવી હતી. છતા આ તોફાનને લઇને ચિંતાઓ વચ્ચે કરાચીનો ઇતિહાસ તોફાનોથી બચવાનો રહ્યો છે. ઘણા ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કરાચી શહેર સાથે ટકરાવાની આશા હતી, પરંતુ અંતે શહેર તેનાથી બચી ગયું. મોટા ભાગના ભક્ત તેને શહેરના સંરક્ષણ સંત અબ્દુલ્લા શાહ ગાજીની દેન માને છે, જેમની દરગાહ કરાચીમાં છે.

તેમના ભક્તોનું માનવું છે કે, ગાઝી અને ચક્રવાત સાથે જોડાયેલો વારસો, કરાચીની રક્ષા કરે છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિકસિત થઇ શકે છે અને પાકિસ્તાન સાથે ટકરાઇ શકે છે. તેનું નામ આસના રાખવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છના રનની ઉપર બનેલો એક ગાઢ દબાવવાળું ક્ષેત્ર હવે ધીરે ધીરે પાકિસ્તાન તરફ વધી રહ્યું છે. પાકિસ્તાન હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી ચેતવણી મુજબ એ કરાચીથી 200 કિમી (124 માઇલ) દૂર છે.

ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે અનુકૂળ હવામાનની સ્થિતના કારણે આ દાબવ ચક્રવાતી તોફાનમાં બદલાવાની આશા છે. સ્થાનિક હવામાન કાર્યાલય મુજબ, કરાચીના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે રાત્રે 147 મિમી (5.59 ઇંચ) વરસાદ થયો. મુખ્ય હવામાન વૈજ્ઞાનિક સરદાર સરફરાજે કહ્યું કે, જો ચક્રવાતી તોફાન આવ્યું, તો એ 1976 બાદ ઑગસ્ટમાં આરબ સાગરમાં પહેલું તોફાન હશે.

કોણ હતા ગાઝી?

ગાઝી એક સૂફી મુસ્લિમ સંત હતા, જે આઠમી સદીમાં રહેતા હતા. ઐતિહાસિક વિવરણ અલગ અલગ છે, પરંતુ મોટા ભાગના એ વાત પર સહમત છે કે ગાઝી આરબ હતા. તેઓ પોતાના ભાઇ સૈયદ મિસ્ત્રી શાહ સાથે સિંધ પ્રાંતના કરાચીમાં વસી ગયા હતા. ઘણા લોકોનું માનવું છે કે તેમનો જન્મ સાઉદી અરબના મદીનામાં થયો હતો, જ્યારે કેટલાક વિવરણ બતાવે છે કે તેઓ ઇરાકથી આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે તેમને આંતરિક સિંધના જંગલોમાં ઘાત લગાવીને મારવામાં આવ્યા હતા.

તેમના સમર્થકોના એક ગ્રુપે તેમને એક રેતાળ પર્વત પર દફનાવવામાં, જે ક્લિફ્ટનના સમુદ્રી કિનારાના કરાચી વિસ્તારમાં સ્થિત છે. ઘણા વર્ષોના સમારકામ બાદ તેમની દરગાહ એક વાસ્તુશિલ્પ અને આધ્યાત્મિક આકર્ષણ બની ગઇ છે, જે આખા દેશથી ભક્તોને આકર્ષિત કરે છે. ભક્તો ગાઝીના આશીર્વાદ લેવા માટે પાકિસ્તાનના દક્ષિણના યાત્રા કરે છે. કહેવત છે કે એ સમયે માછલી પકડાનારા માછીમારોનું એક ગ્રુપ ચક્રવાતમાં ફસાઇ ગયું હતું.

ગાઝીએ પોતાના ભોજનનો કટોરો લીધો અને તેમાં પાણી ભરી દીધું, જેમાં ચક્રવાત રોકાઇ ગયું. હવે જ્યારે પણ શહેરમાં ચક્રવાત આવે છે, હજારો ભક્ત તેમના ચમત્કારની આશા રાખે છે, તેમને પાક્કો ભરોસો છે કે તેમની ઉપસ્થિત ચક્રવાતને શહેરથી વાળી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp