10 વર્ષમાં આર્કટિકથી ગાયબ થઈ જશે બરફ, દુનિયા પર આવશે મોટી આફત

PC: ndtv.com

માત્ર 10 વર્ષ અને ત્યારબાદ આર્કટિકમાં બરફ નહીં દેખાય. તેનાથી દુનિયાભરના હવામાન અને સમુદ્રી જળસ્તર પર અસર પડશે. આ ચેતવણી વૈજ્ઞાનિકોએ એક સ્ટડી બાદ આપી છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં થયેલી સ્ટડી મુજબ, આર્કટિકમાં ઉનાળામાં પણ બરફ દેખાય છે, પરંતુ આગામી થોડા વર્ષોમાં એ સમાપ્ત થઈ જશે. 10 વર્ષમાં ઉનાળાના વતાવરણમાં અર્કટિકમાં બરફ દેખાવાનો બંધ થઈ જશે. આ સ્ટડી હાલમાં જ નેચર વ્યૂ એન્ડ એનવાયરમેન્ટ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, એ દિવસ દૂર નથી, જ્યારે આર્કટિકથી બરફ ગુમ થઈ જશે. એ 10 વર્ષોની અંદર જ થશે કેમ કે જે હિસાબે તામપાન બધી રહ્યું છે, એ ખતરનાક છે. એવું નથી કે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઓછું કરાશે તો એ સ્થિતિ નહીં આવે. દરેક સ્થિતિઓની તપાસ બાદ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, 10 વર્ષમાં બરફનું પીગળી જવાનું નક્કી છે. આ સદીના મધ્ય સુધી આર્કટિકના સમુદ્રમાં સપ્ટેમ્બર મહિનામાં બરફ જ જોવા નહીં મળે. સદીના અંત સુધીમાં આ નજારો ઘણા મહિનાઓ સુધી નજરે પડશે.

જો કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન વધારે થયું કે અત્યારે જેવું છે, એ સ્થિતિમાં પણ ધરતીના ઉત્તરી વિસ્તારમાં શિયાળામાં પણ ઓછો બરફ જોવા મળશે. તેનો અર્થ એ નથી કે બરફ એકદમ નહીં બચે. વૈજ્ઞાનિક ભાષામાં જ્યારે આર્કટિકમાં 10 લાખ વર્ગ કિલોમીટર બરફ રહે છે તો તેને બરફ વિનાનો આર્કટિક કહીએ છીએ. આ વિસ્તારમાં સૌથી ઓછો બરફ વર્ષ 1980માં જોવા મળ્યો આ. હાલના વર્ષોમાં આર્કટિકમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી ઓછો બરફ 22 લાખ વર્ગ કિલોમીટર નોંધાયો હતો. આ સ્ટડી કરનારા સાયન્ટિસ્ટ એલેક્જેન્ડર જાને વર્તમાન, ઇતિહાસ અને ઉત્સર્જનન હિસાબે કમ્પ્યુટર મોડલ્સ બનાવ્યા. પછી તેના આધાર પર ભવિષ્યમાં બરફની માત્રાનું વિશ્લેષણ કર્યું.

જાણકારી મળી કે, દર વર્ષે જો 1 વર્ગ કિલોમીટર બરફ પીગળે છે, તો મહત્તમ 18 વર્ષમાં આર્કટિકનો બરફ ગરમીમાં સમાપ્ત થઈ જશે. જો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન એ દરથી રહ્યું તો ઓછામાં ઓછા 10 વર્ષોમાં આ નજારો જવા મળી શકે છે એટલે કે 2030ના દશકમાં આર્કટિક વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં બરફ જોવા નહીં મળે. તેની અસર આર્કટિકના પ્રાણીઓ પર સૌથી વધુ પડશે. જેમ કે સીલ અને ધ્રુવીય રીંછ. જેવો જ આર્કટિક સાગર ગરમ થશે. એ વિસ્તારમાં એ માછલીઓ સુધી પહોંચશે, જે ત્યાં રહી જ નથી. તેનાથી સ્થાનિક ઇકોસિસ્ટમ પર નવી પ્રજાતિઓની ઘૂસણખોરી થશે. તેની અસર કેટલી હશે એ જાણકારી મેવાળી શકવી મુશ્કેલ છે.

બીજી મોટી પરેશાની એ હશે કે બરફ પિગળવાથી સમુદ્રની લહેરો કિનારાઓ સાથે તેજીથી ટકરાશે. તેનાથી કિનારાવાળા વિસ્તારો કપાઈ કપાઈને સમુદ્રમાં પડશે. જમીન ઓછી થતી જશે. પ્રાણીઓના રહેવાની જગ્યા ઓછી થશે. હાલની આશંકા મુજબ, આર્કટિકના ઉનાળાના મહિના એટલે કે ઑગસ્ટથી ઑક્ટોબર સુધી સમુદ્રમાં બરફ નહીં દેખાય. જો ઘણું ઉત્સર્જન થયું તો એ સદીના અંત સુધી આર્ક્ટિકનો વિસ્તાર 9 મહિના માટે બરફ વિનાનો હશે. તેનાથી આર્કટિકનો આખો વિસ્તાર બદલાઈ જશે. અત્યારે ત્યાંની ગરમીઓમાં સફેદ બરફ દેખાય છે, પરંતુ પછી બ્લૂ સમુદ્ર દેખાશે. એટલે જરૂરી છે કે ગ્રીનગાઉસ ગેસનું ઉત્સર્જન ઓછામાં ઓછું કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp