રાષ્ટ્રપતિએ તો હદ જ કરી દીધી, જાહેરમાં ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ કર્યું લીપલોક

PC: mumbaitak.in

આર્જેન્ટીનાના નવા રાષ્ટ્રપતિ જેવિયર માઈલી વિવાદોમાં ઘેરાઈ ગયા છે. આપણે જાણીએ જ છીએ કે ઈન્ટરનેટ પર રોજ કોઈક ને કોઈક વીડિયો વાયરલ થતા રહે છે. આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી હરકતનો વીડિયો મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ જેવિયર માઈલી અને તેની ગર્લફ્રેન્ડ ફાતિમા ફ્લોરેજ એક સાથે કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ એક કોન્સર્ટ હતો જેમાં બંનેની જોડી આ સમયે દેશમાં ચર્ચાનો વિષય બની છે. 53 વર્ષીય માઈલીની ગર્લફ્રેન્ડ કાર્યક્રમમાં ગોલ્ડન કલરનો ડ્રેસ પહેરીને આવી હતી. તે પોતાના પરફોર્મન્સ બાદ સ્ટેજ પર આવી. ત્યાં ઉપસ્થિત લોકો એ સમયે હેરાન રહી ગયા, જ્યારે રાષ્ટ્રપતિ પોતાની ગર્લફ્રેન્ડને કી કરવા લાગ્યા. જો કે વીડિયો વાયરલ થયા બાદ પબ્લિકમાં કિસ કરવાના કારણે તેમની નિંદા થઈ રહી છે. વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે સાર્વજનિક પદ પર બેઠા વ્યક્તિએ બધા સામે આ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ.

વીડિયો વાયરલ થયા બાદ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે, ‘આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર માળીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ સ્ટેજ પર જ એવું કર્યું શું કોઈ વ્યભિચારી આ પ્રકારના સાર્વજનિક રૂપે સ્ટેજ પર જઇ શકે છે? અન્ય એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે, ‘આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર માઈલીએ પોતાની ગર્લફ્રેન્ડ ફાતિમા ફ્લોરેજને તેમના લાઈવ થિયેટર શૉ દરમિયાન જ ભાવુક થઈને કરી. આ એ વાતના પુરાવા છે કે તમે સરકારી બર્બાદીને સમાપ્ત કરી શકો છો. સામ્યવાદને નષ્ટ કરી શકો છો અને પછી તમારી પાસે મોજ મસ્તીનો સમય હશે.

એવું પહેલી વખત નથી, જ્યારે આ કપલે સાર્વજનિક રૂપે કિસ કરી હોય. તેમણે નવેમ્બરમાં થયેલા વોટિંગ બાદ પણ કિસ કરી હતી. સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ મુજબ, માઈલી થિયેટરમાં પોતાની બહેન કરીના અને પોતાની સુરક્ષા પ્રમુખ સાથે આવ્યા હતા. ગર્લફ્રેન્ડ સાથે તેમની પહેલી મુલાકાત એક શૉ દરમિયાન થઈ હતી. કપલ વર્ષ 2022થી સાથે છે. આ શૉમાં મુલાકાતના 2 મહિના બાદ જ ફ્લોરજે પોતાના પતિને છોડી દીધો હતો. પછી ઓક્ટોબરમાં બંને ચેટ શૉમાં આવ્યા. તેમણે ડેટિંગની પુષ્ટિ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp