એક દિવસમાં 1,000 પક્ષીઓ માટે મોતનું કારણ બની આ ઇમારત

PC: cnn.com

શિકાગોમાં ઉત્તરી અમેરિકાનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર મેકકૉર્મિક પ્લેસ હાલમાં જ અનોખા કારણે ચર્ચામાં આવી ગયું છે. પ્રવાસી પક્ષીઓની સુરક્ષા માટે કામ કરનારી એક સ્વયંસેવી સંરક્ષણ પરિયોજના, શિકાગો બર્ડ કૉલેજિયન મોનિટર્સ (CBCM) મુજબ, 5 ઓક્ટોબરના રોજ મેકકોર્મિકની આસપાસ હર્મિટ થ્રશ અને અમેરિકન વુડકૉક સહિત ઓછામાં ઓછા 1,000 નાના પક્ષીઓના શબ જોવા મળ્યા છે. આ બધા પક્ષી ઇમારત કારણે માર્યા ગયા છે.

ઈમારતની મોટી કાંચની દીવાલો તેના માટે જવાબદાર છે. પક્ષી તેનાથી ભ્રમિત થઈને ટકરાઇ જાય છે. CBCMએ કહ્યું કે, આ એક જ દિવસમાં એક ઇમારતના કારણે નોંધાયેલી દુર્ઘટનાઓમાં પક્ષીઓના મોતની સૌથી વધુ સંખ્યા છે. દુર્ભાગ્યથી મોતોની સંખ્યા વાસ્તવમાં ઘણી વધારે હોય શકે છે કેમ કે ઘણા પક્ષી ગંભીર ઇજાઓ બાદ પણ ઉડતા રહે છે અને થોડા કલાકો બાદ મોત થઇ જાય છે.

CBCMના ડિરેક્ટર એનેટ પ્રિન્સે કહ્યું કે, પક્ષીઓના આ સામૂહિક મોત એક ખૂબ જ અસામાન્ય અને દુઃખદ ઘટના હતી. વિશેષજ્ઞોનું અનુમાન છે કે, દર વર્ષે લગભગ એક અબજ પક્ષી માનસ નિર્મિત બિલ્ડિંગો સાથે ટકરાવાના કારણે મોતને ભેંટે છે. જેમાં કાંચથી ઢાંકેલી ઇમારતો સૌથી વધુ જોખમી હોય છે. જો કે, માત્ર એક દિવસમાં એક જ ઇમારતની આસપાસ ઓછામાં આછી 1,000 મોતો નોંધાવી ખૂબ જ અસામાન્ય છે.

શિકાગોમાં ફિલ્ડ સંગ્રહાલયના એક સંરક્ષણ પરિસ્થિતિકી વિજ્ઞાની ડગ્લસ સ્ટૉટ્સે નેશનલ પબ્લિક રેડિયોને જણાવ્યું કે, એક રાતમાં અમને પક્ષીઓના મોતનો આંકડો મળ્યો છે જે એક વર્ષમાં મળે છે. દર વર્ષે 1,000-2,000 પક્ષી મેકકોર્મિક પ્લેસ સાથે અથડાય છે. અમેરિકન બર્ડ કંઝર્વેન્સીના બ્રાયન લેન્જે કહ્યું કે, ક્યાંક પણ જો ઇમારતોમાં કાંચ છે તો પક્ષી તમારી બારીઓ સાથે અથડાશે. પરંતુ આ આંકડો થોડો વધારે છે. દુર્ભાગ્યથી જ્યારે મેકકૉર્મિક પ્લેસમાં ગયા અઠવાડિયે એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ હતો, ત્યારે તેની મોટા ભાગની લાઇટો ચાલુ હતી, જેથી પક્ષી હજુ પણ વધારે ભ્રમિત થયા.

અભ્યાસોથી ખબર પડી કે લાઇટ પોલ્યુશન માનવ નિર્મિત બાધાઓ સાથે પક્ષીઓના મોતના મુખ્ય કારણોમાંથી એક છે અને મોટી ઇમારતોમાં અડધી લાઇટો બંધ કરવાથી 6-11 ગણા મોત ઓછા કરી શકાય છે. મોતના આ મોટા આંકડાનું કારણ તોફાનને પણ માનવામાં આવી રહ્યું છે કેમ કે દિવસે શહેરના ઉપરથી એક તોફાન પસાર થયું હતું, જેનાથી પક્ષીઓને નીચે ઉડવા માટે મજબૂર થવું પડ્યું અને ટકરાવાનું જોખમ હજુ વધી ગયું. બર્ડ ટ્રેકિંગ પ્રોજેક્ટ બર્ડકાસ્ટનું અનુમાન છે કે 5 ઓક્ટોબરની રાત્રે કૂક કાઉન્ટી ઉપર લગભગ 1.5 મિલિયન પક્ષી ઉડાણ ભરી રહ્યા હતા. ત્યારબાદ જ એટલા બધા પક્ષીઓની મોતની ઘટના સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp