મહિલાએ ભોજનમાં પીરસ્યા મશરૂમ, એક અઠવાડિયામાં સાસુ-સસરા સહિત 3 લોકોના મોત

PC: bbc.com

ઓસ્ટ્રેલિયામાં મશરૂમ ખાધા બાદ અઠવાડિયાની અંદર 3 લોકોના મોત થઈ ગયા. હવે તેનો આરોપ એક મહિલા પર લાગ્યો છે. મહિલાએ જ ત્રણેય લોકોના ભોજનમાં મશરૂમ પીરસ્યા હતા. જો કે, મશરૂમ ખાનારો ચોથો વ્યક્તિ અત્યારે પણ પૂરી રીતે સારો થયો નથી. આ ઘટના વિક્ટોરિયાની છે. મૃતકોએ લંચમાં ઝેરી મશરૂમ ખાધા હતા. માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન મહિલાએ ઝેરી મશરૂમ જાણીજોઇને ખવાડ્યા હતા, જેથી તેમના મોત થઈ ગયા.

હાલમાં પોલીસે એ મહિલાની ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલાનું નામ એરિન પેટરસન છે. તે 49 વર્ષની છે. સવારે લગભગ 8:00 વાગ્યે ગિપ્સલેન્ડ ક્ષેત્ર સ્થિત લિયોનગાથામાં તેના ઘરથી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. હાલમાં તેની વિરુદ્ધ કોઈ આરોપ નોંધવામાં આવ્યો નથી. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ મેલબોર્નના દક્ષિણ-પશ્ચિમમાં 110 કિલોમીટરની દૂરી પર સ્થિત નાનકડા શહેર લિયોનગાથાને લાઇમલાઇટમાં લાવી દીધું છે. ચારેય તરફ આ ઘટનાની ચર્ચા છે.

પોલીસે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં લિયોનગાથામાં 3 લોકોના મોતના કેસમાં હોમિસાઇડ સ્ક્વોડના જાસૂસોએ આજે સવારે એક મહિલાની ધરપકડ કરી છે. તેના માટે પોલીસે ડિટેક્ટર ડૉગીની મદદ લીધી. હાલમાં મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આરોપી મહિલા પેટરસને 29 જુલાઈની બપોરે પોતાના અલગ રહેતા સાસુ-સસરા, પાદરી અને તેની પત્નીને લંચમાં મશરૂમ ખવાડ્યા હતા. એ રાત્રે બંને કપલને ફૂડ પોઇઝનિંગના લક્ષણો સાથે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેમની તબિયત ઝડપથી બગડી રહી હતી. સારવાર દરમિયાન એક અઠવાડિયાની અંદર જ તેમાંથી 3 લોકોના મોત થઈ ગયા.

પોલીસનું માનવું છે કે તેમનું મોત ઝેરી મશરૂમ ખાવાના કારણે થયા હતા. તેમાંથી માત્ર 69 વર્ષીય પાદરીનો જીવ જ બચી શક્યો. તે હૉસ્પિટલમાં બે મહિબ બાદ 23 સપ્ટેમ્બરે ડિસ્ચાર્જ થઈ શક્યો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ત્યારબાદ પોલીસે પેટરસને આરોપી બનાવી. તે એક ન્યૂઝપેપરની સંપાદક છે. જો કે, પેટરસને હંમેશાંની જેમ જ કહ્યું કે તે નિર્દોષ છે. કથિત રૂપે ઑગસ્ટમાં પેટરસને કહ્યું હતું કે તેણે અજાણતામાં એક દુકાનથી મશરૂમ ખરીદ્યા હતા. તે અજાણતામાં થયું. જો કે, પોલીસ માની રહી છે કે પેટરસને એમ જાણીજોઇને કર્યું. હાલમાં કેસની આગળની કાર્યવાહી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp