યુદ્ધમાં આ દેશને થઈ રહ્યું છે ભારે નુકસાન, 3 હજારથી વધુ સર્વિસમેનના મોત

PC: amazonaws.com

રશિયાની જેમ અડધા એશિયા અને અડધા યુરોપમાં આવનારા આર્મેનિયા અને અજરબૈજાન દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અજરબૈજાન દેશે ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. દુનિયામાં એવા ઘણા દેશે છે જેની વચ્ચે ગમે ત્યારે યુદ્ધનિ પરિસ્થિતિ ઉભી થાય તેવી છે. ભારત-ચીનની જ વાત કરીએ તો લદ્દાખમાં સીમાને લઈને હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઉચ્ચ કક્ષાની બેઠકો યોજવા છત્તા પડોશી દેશ ચીન પાકિસ્તાનની જેમ પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી.

આર્મેનિયા અને અજારબૈજાન દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 3000 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મળેલી માહિતી પ્રમાણે, રિપલ્બિક ઓફ આર્તસખના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીએ દાવો કર્યો છે કે, ઈન્ટેલિજન્સના આંકડા પ્રમાણે અમારા 3000 જેટલા સર્વિસમેન માર્યા ગયા છે. ઘણી લાશો એવી જગ્યાએ છે, જ્યાંથી તેમને ટ્રાન્સપોર્ટ કરીને પાછી લાવી શકાય તેમ નથી.

અસલમાં, આ આખું યુદ્ધ 4400 વર્ગ કિલોમીટરના નાગોર્નો કારાખાબ વિસ્તાર પર કબજો કરવાને લઈને થઈ રહ્યું છે. નાગોર્નો કારાખાબને આંતરરાષ્ટ્રીય સ્તર પર અજરબૈજાનનો ભાગ માનવામાં આવે છે પરંતુ તેની પર આર્મેનિયાના જાતીય ગુટોએ કબ્જો કરી રાખ્યો છે.

બંને દેશો વચ્ચે આ તણાવ 2018થી શરૂ થયો છે, જ્યારે બંને દેશોની સેનાઓએ બોર્ડરની નજીક આવેલા વિસ્તારમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી દીધો હતો. હવે આ તણાવે યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. યુરોપના ઘણા દેશોએ બંને દેશોને શાંતિની અપીલ કરી છે. હાલના સમયમાં આ વિસ્તાર આમ તો અજરબૈજાનમાં આવે છે પરંતુ અહીં અર્મેનિયાના લોકોની વસ્તી વધારે છે. તેવામાં અર્મેનિયાની સેના તેની પર પોતાનો કબ્જો જમાવીને બેઠી છે. આશરે ચાર હજાર વર્ગ કિમીનો આ આખો વિસ્તાર પહાડી વિસ્તાર છે, જ્યા વારંવરા બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ બની રહે છે.

1991માં નાગોર્નોના લોકોએ આ વિસ્તારને અજરબૈજાનથી સ્વતંત્ર જાહેર કરી તેને અર્મેનિયાનો હિસ્સો બનાવી લીધો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે, જેણે હાલમાં યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી 1918 અને 1921માં અર્મેનિયા અને અજરબૈજાન આઝાદ થયા હતા. આ બંને દેશો 1922થી સોવિયેટ યુનિયનનો ભાગ બન્યા હતા. રશિયાના નેતા જોસેફ સ્ટાલિને અજરબૈજાનનો એક હિસ્સો અર્મેનિયાને આપી દીધો હતો, જે પહેલા અજરબૈજાનનો ભાગ હતો. ત્યારથી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp