માતા-પિતા ઊંઘતા રહ્યા અને 6 મહિનાના બાળકને ખાઈ ગયા ઉંદર, પોલીસને આ હાલતમાં મળ્યુ

PC: 14news.com

એક 6 મહિનાના બાળકને ઉંદરોએ જીવતું જ ખાઈ લીધું. એ સમયે તેના માતા-પિતા ઘોર નિંદ્રામાં હતા. બાળકના શરીર પર 500 કરતા વધુ ઉંદરો દ્વારા કરડવાના નિશાન મળ્યા છે. આ ઘટના અમેરિકાના ઇન્ડિયાનાની છે. પોલીસને નવજાતના પિતાએ ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, 6 મહિનાના બાળકના શરીર પર કરડી જવાના ગંભીર ઘા છે. USA ટુડેના રિપોર્ટ મુજબ, આ ઘટના ગયા અઠવાડિયાની છે.

આ ઘટના પર કાર્યવાહી કરતા પોલીસે બાળકના પિતા ડેવિડ અને માતા એન્જિલ સ્કોનાબૉમની ધરપકડ કરી લીધી છે. સાથે રહેનારી તેની કાકીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પર બેદરકારી સહિત ઘટના ગુનાહિત આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કપલના 3 બાળકો છે. તેઓ ઘરમાં એક અન્ય પરિવાર સાથે રહે છે, આ બીજા પરિવારમાં કપલ સિવાય તેમના 2 બાળકો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમને 6 મહિનાનું બાળક લોહીથી લથબથ મળ્યું. તેના માથા અને ચહેરા પર ઉંદરોના કરડવાના 50 કરતા વધુ ઘા મળ્યા હતા. પોલીસ ડિટેક્ટિવ જોનાથન હેલ્મે અરેસ્ટ વૉરંટમાં લખ્યું કે, બાળકના જમણા હાથની 4 આંગળી અને અંગુઠો ગાયબ હતો. તેની આંગળીઓના હાડકાં નજરે પડી રહ્યા હતા. બાળકને જ્યારે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું તો તેના શરીરનું તાપમાન પડી ગયું હતું. તેને લોહી ચઢાવવું પડ્યું. બાળક જીવિત છે.

રિપોર્ટ મુજબ, બાળકનું ઘર કચરા અને ઉંદરોના મળથી ભરેલું હતું. તેના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેમને ઉંદરોના કારણે માર્ચથી જ પરેશાની થઈ રહી હતી અને એટલે ઉપાય પણ કરવામાં આવ્યા, પરંતુ પોલીસ અધિકારીઓને ખબર પડી કે આ ઘરમાં પહેલી વખત કોઈ બાળકને ઉંદરે ખાધું નથી, પરંતુ સપ્ટેમ્બરમાં ઘરના અન્ય બાળકોને પણ તેણે કરડ્યા હતા. આ જ ઘટના બે બાળકોએ પોતાની શાળાની શિક્ષિકાને જણાવ્યું કે, 1 સપ્ટેમ્બરના રોજ ઉંદરોએ તેના પગની આંગળીઓ ખાઈ લીધી હતી.

એ સમયે તેઓ ઊંઘી રહ્યા હતા. ત્યારબાદ ચાઇલ્ડ સર્વિસ વિભાગના અધિકારી તેમના ઘરે આવ્યા. ત્યારે બાળકોની માતાએ કહ્યું કે, ઘરમાં થોડા ઘણા ઉંદર છે અને તેમણે બાળકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. અધિકારીઓએ પરિવારને સેફ્ટી પ્લાન આપ્યો. સાથે જ ફરી આવવાની વાત કહી. આ લોકો 14 સપ્ટેમ્બરે આવવાના હતા એટલે કે બાળકોને ઉંદરો દ્વારા કરડવાના એક દિવસ અગાઉ. હવે બધા બાળક ચાઇલ્ડ સર્વિસ વિભાગની દેખરેખમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp