વિયેતનામ જઈ બાઇડને કરી પ્રેસ કોન્ફરન્સ, જણાવ્યુ- PM મોદી સાથે શું વાત થઇ હતી

PC: businesstoday.in

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન G20 સમિટ બાદ વિયેતનામ પહોંચ્યા છે. પોતાની પહેલી ભારત યાત્રા દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ વાતચીત પણ કરી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી આપવામાં આવેલા ડિનરનો હિસ્સો પણ રહ્યા. હવે વિયેતનામ પહોંચીને જો બાઈડેને મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની સાથે જે મુદ્દાઓ પર ખાસ ચર્ચા રહી, તેમાં માનવ અધિકાર અને મીડિયાની આઝાદી જેવા મામલા સામેલ હતા. તેમણે કહ્યું કે, અમે ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરવા તરફ પગલાં વધાર્યા છે.

રાજધાની દિલ્હીમાં થયેલી G20 સમિટ દરમિયાન એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે અમેરિકાની જેમ અહી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઈડેન પ્રેસ સાથે એક જોઇન્ટ વાતચીત કરશે, પરંતુ એમ ન થયું. એક રિપોર્ટ મુજબ, જો બાઈડેને વિયેતનામ યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, હું ફરી વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વને G20ની મેજબાની માટે ધન્યવાદ આપવા માગું છું. તેમણે અને મેં એ વાત બાબતે ચર્ચા કરી છે કે અમે ભારત અને અમેરિકા વચ્ચે પાર્ટનરશિપને કેવી રીતે મજબૂત કરવાનું ચાલુ રાખીશું.

તેમણે આગળ કહ્યું કે, જેમ કે હું હંમેશાં કરું છું, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે માનવાધિકારોના સન્માન, એક મજબૂત અને સમૃદ્ધ દેશના નિર્માણમાં નાગરિક સમાજ અને સ્વતંત્ર પ્રેસની મહત્ત્વપૂર્ણ ભૂમિકાના મહત્ત્વને ઉઠાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઈડેનની દ્વિપક્ષિત વાતચીત બાદ શુક્રવારે એક જોઇન્ટ નિવેદન મુજબ, બંને નેતાઓએ એ વાત પર ભાર આપ્યો કે સ્વતંત્રતા, લોકતંત્ર, માનવાધિકાર અને બધા નાગરિકો માટે સમાન અવસર ખૂબ જરૂરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, તેમનું મિશન વિયેતનામ અને અન્ય એશિયન દેશો સાથે અમેરિકાના સંબંધ બનાવીને દુનિયાભરમાં સારો માહોલ બનાવવાનું છે, જેથી સ્ટેબિલિટી અને વી નવા રસ્તા ખૂલી શકે. અમે એ ચીનને નિયંત્રિત કરવા માટે કરી રહ્યા નથી, આ સ્થિરતા લાવવા માટે છે. બાઈડેને એમ પણ કહ્યું કે, તેમણે નવી દિલ્હીમાં G20ના અવસર પર ચીની વડાપ્રધાન લી કિયાંગ સાથે મુલાકાત કરી અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp