નેપાળમાં ભારતીય દૂતાવાસની બીલ્ડિંગમાં થયો બોમ્બ વિસ્ફોટ

PC: abplive.in

નેપાળમાં સોમવારે રાત્રે એક બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. નેપાળના વિરાટનગરમાં ભારતીય દૂતાવાસ પાસે એક દેશી બોમ્બ ફાટવાની દુર્ઘટના બની છે. આ બોમ્બ વિસ્ફોટમાં કોઈ નુકસાન થયું નથી, પણ ઘટના પછી આસપાસના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ બોમ્બ વિસ્ફોટ સોમવારે રાત્રે લગભગ 8-30 વાગ્યે ભારતી દૂતાવાસ પાસે થયો હતો.

આ ઘટના પછી નેપાળ પોલીસ તેની તપાસમાં લાગી ગઈ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ થયો ત્યારે બીલ્ડિંગમાં કોઈ હાજર નહોતું. બે યુવક એક ગાડી પર સવાર થઈને આવ્યા હતા અને તેમણે દિવાલ પર મૂકેલા કૂકરમાં બોમ્બ લટકાવ્યો હતો, તેના પર ટાઈમર લગાવવામાં આવ્યું હતું.  જો કે આ બોમ્બ વિસ્ફોટ દરમિયાન બે ગાર્ડ ત્યાં હતા પણ તેમને કોઈ નુકસાન થયું નથી. વિરાટનગર ભારત અને નેપાળની સીમા પાસે આવેલું છે. આ વિસ્ફોટ બાદ ભારતની સીમા પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp