પરિણીત મહિલાના 6 બોયફ્રેન્ડ, વાતની જાણ થતા જ બોસે નોકરી પરથી કાઢી મૂકી

PC: telugu.samayam.com

એડલ્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી એક મોડલે દાવો કર્યો છે કે, પર્સનલ લાઈફના કારણે તેની નોકરી છૂટી ગઈ છે. રોમાનિયામાં રહેતી આ મોડલનું નામ એજાદા સિન છે. પરિણીત એજાદાએ જણાવ્યું કે, તેના 6 બોયફ્રેન્ડ છે, તે ડોમિનેટ્રિક્સ તરીકે કામ કરે છે, પણ જ્યારે આ વાતની તેના બોસને જાણ થઇ, ત્યારે તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી હતી.

ડોમિનેટ્રિક્સ એટલે કે તે મહિલા જે BDSM એક્ટીવિટીમાં ડોમિનેટ કરીને પુરુષોની સાથે રિલેશન બનાવે છે. હાલમાં જ તેને લઈને એજાદા સિને કહ્યું કે, તેના 6 બોયફ્રેન્ડ અને 1 પતિ છે, પણ એજાદાની આ રિલેશનશિપે તેની પ્રોફેશનલ લાઈફ બગાડી દીધી.

ડેલી સ્ટારના રિપોર્ટ મુજબ, એક દિવસ અચાનક બોસે તેને નોકરી પરથી કાઢી મૂકી હતી. શરૂઆતમાં એજાદાને કહેવામાં આવ્યું કે, તે પોતાનું કામ સારી રીતે કરતી ન હતી, પણ પછી એક સહ કર્મચારીએ તેને જણાવ્યું કે, તેના કામ વિશે બોસને માહિતી મળી ગઈ હતી, ત્યારે ઓફિસનું નામ ખરાબ ન થાય તે કારણે તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી હતી.

એડલ્ટ મોડલે જણાવી તેની કહાની

એજાદાના આ બહુપત્ની સંબંધમાં સાત જુદા-જુદા સાથી છે. એક પોડકાસ્ટમાં તેને પોતાની આ અસામાન્ય રુચિ વિશે ખુલાસો કર્યો હતો. પોતાના પરિવાર વિશે વાત કરતા એજાદા કહે છે કે, પરિવારના લોકો ખૂબ જ કન્ઝર્વેટીવ હતા, આ જ કારણે તે નોકરી કરતી હતી, પણ આગળ જઈને તેને એડલ્ટ બ્લોગ લખવાનું પસંદ આવવા લાગ્યું અને ધીમે-ધીમે તે એડલ્ટ વર્કના ક્લબોમાં જતી હતી.

એજાદા તે ક્લબોના અનુભવ પોતાના બ્લોગ લખવામાં કરતી હતી. આ દરમિયાન એક દિવસ તેને નોકરીથી કાઢી મૂકવામાં આવી, જે સમયે તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી, તે સમયે પણ તેના અનેક બોયફ્રેન્ડ હતા, પણ આ વાતથી એજાદાના પતિને કોઈ વાંધો ન હતો.

એજાદાએ સાત પુરુષો સાથે એવી રીતે રિલેશનશિપ બનાવી છે કે, તમામ સંબંધોમાં તે જ બધાને ડોમિનેટ કરે છે. ડોમિનોટ્રિક્સ એજાદા આ પણ નક્કી કરી છે કે, તેનો પાર્ટનર શું પહેરશે અને શું નહીં. હાલમાં એજાદા પોતાના જીવનથી ખુશ છે. સોશિયલ મીડિયા પર પણ એજાદાની સારી ફેન ફોલોઈંગ છે, જ્યાં તે પોતાના ગ્લેમરસ ફોટો પોસ્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp