17 વર્ષના પુત્રએ માતાને 118 વાર ચપ્પુના ઘા માર્યા, પછી પોલીસને ફોન કરી બોલ્યો...

PC: thesun.co.uk

તમે સાંભળ્યું અને જાણ્યું જ હશે કે નાનકડી વાતે પણ ક્યારેક ઝગડા થઈ જતાં હોય છે અને એ નાના ઝગડા મોટા ઝગડામાં પરિણમી જતાં હોય છે. પછી ગુસ્સે ભરાઈને કોઈક હત્યા પણ કરી નાખતું હોય છે. તો ક્યારેક ન જેવી વાતે પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે ઈંગ્લેંડમાં. અહીં એક પુત્ર અને તેની માતાનો અગલી રાતે કોઈક વાતે ઝગડો થઈ ગયો હતો અને એજ કારણે બીજા દિવસે સવારે જ્યારે તેની માતા મોર્નિંગ વોક કરીને આવી રહી હતી ત્યારે પુત્રએ ચપ્પુના 118 ઘા કરીને માતાની નિર્દયી હત્યા કરી નાખી.

17 વર્ષીય પુત્ર રોવને 118 વાર ચપ્પુ વડે હુમલા કરીને પોતાની માતાનો જીવ લઈ લીધો, ત્યારબાદ પોલીસને પણ ફોન કર્યો અને કહ્યું કે બોડી બેગ લઈ આવજો. ધ સનના રિપોર્ટ અનુસાર, એ છોકરો એક પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. માતા પર 118 વાર ચપ્પુના હુમલા કરવાની આ ઘટના ઇંગલેન્ડના હેમ્પસાયરની છે. પુત્ર રોવન થોમ્પસને માતા જોઆના થોમ્પસન પર ત્યારે હુમલો કર્યો, જ્યારે તે સવારે મોર્નિગ વોક કરીને ઘરે પાછી આવી રહી હતી, તો, ઘટનાના ત્રણ મહિના બાદ કસ્ટડીમાં રહેવા દરમિયાન જ રોવનનું મોત થઈ ગયું હતું.

રિપોર્ટ અનુસાર, 50 વર્ષીય જોઆનાની પહેલા ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના પર ચપ્પુના ખૂબ જ હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટના ગયા વર્ષના જુલાઈ મહિનાની છે, પરંતુ આ અઠવાડિયે સુનાવણી દરમિયાન આ ઘટના સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક થઈ છે. સુનાવણી દરમિયાન એ પણ જાણવા મળ્યું કે, રોવન, પિતા સાથે અલગ જગ્યા પર રહેતો હતો અને માતા સાથે મુલાકાત કરવા આવ્યો હતો.

રોવને માતાની હત્યા બાદ જ્યારે પોલીસને કોલ કર્યો તો પૂરી રીતે શાંત હતો અને સામાન્ય અવાજમાં તેણે જાણકારી આપી હતી કે, ‘મેં અત્યારે જ મારી માતાને મારી નાખી છે. મેં તેનું ગળું દબાવ્યું અને પછી ચપ્પુના અનેક હુમલા કર્યા છે. રોવનની ધરપકડ કરનારા પોલીસ ઓફિસરે જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો, એ છોકરો એકદમ શાંત હતો અને એમ લાગી રહ્યું હતું કે તે બિલાડીને લઈને વધારે ચિતામાં છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું એ ‘રોવનને પહેલા માનસિક સમસ્યાઓના કારણે મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો અને ઘટના પહેલાંની રાતે માતા સાથે બહેસ થઈ હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp