લગ્નના દિવસે જ દુલ્હાની એવી વાત બહાર આવી કે દુલ્હનને થઇ ગઇ જેલ

PC: mirror.co.uk

લગ્નવાળા દિવસે જ એક દુલ્હનની ધરપકડ કરી લેવામાં આવી. જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તેના હાથોમાં હથકડી લાગેલી જોઈ શકાય છે. દુલ્હને સફેદ રંગનું ગાઉન પહેરી રાખ્યું છે. પોલીસ લગ્ન સમારોહમાં અચાનક આવી ગઈ હતી. દુલ્હનનું નામ નેન્સી લિજેથ છે. તેના લગ્ન ફરાર ગુનેગાર કલેમેન્ટે મેન્ડિઓલા માર્ટિનેજ સાથે થઈ રહ્યા હતા. જેને લોકો એલ રોટન અને એસ માઉસ નામથી પણ ઓળખે છે. તેના પર મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ માટે હત્યાનો આરોપ છે.

મિરર UKના રિપોર્ટ મુજબ, વાયરલ તસવીરમાં દુલ્હન બનેલી લિજેથ લોકો સાથે ઊભી છે, તેઓ પણ શંકાસ્પદ છે. આ લોકો લગ્નમાં આવેલા મહેમાન હતા. તેની સાથે જ તેમાં પોલીસ અધિકારીઓને પણ હથિયારો સાથે જોઈ શકાય છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે પોલીસે અહી રેડ કરી તો વરરાજો બનેલો માર્ટિનેજ ભાગવામાં સફળ થયો, જ્યારે તેની દુલ્હન પકડાઇ ગઈ. તો માર્ટિનેજને કાર્ટેલ મેમ્બર માનવામાં આવી રહ્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તે સ્થાનિક પોલ્ટ્રી ખેડૂતો પાસે બળજબરીપૂર્વક વસૂલી કરનારા રેકેટ સાથે જોડાયેલી હત્યાના એક કેસમાં વોન્ટેડ છે.

રિપોર્ટ્સ મુજબ, પોલીસ અને ફરિયાદી પક્ષ તેની દુલ્હન પાસેથી પણ સહયોગ માગે છે અને તેના પર પણ બળજબરીપૂર્વક વસૂલીના આરોપ લગાવશે. ફરિયાદી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, માર્ટિનેજ હત્યા અને બળજબરીપૂર્વક વસૂલીની ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે પહેલો ટાર્ગેટ હતો. તેની વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ છે. તો લિજેથની એ દિવસે એક સંયુક્ત કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી હતી, જે દિવસે તેણે ક્લેમેન્ટે સાથે લગ્ન કરવાના હતા. મેક્સિકોની પોલીસે માર્ટિનેજની જાણકારી આપનાર વ્યક્તિ માટે 14 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp