લગ્નના દિવસે આવ્યો બોસનો એવો મેસેજ કે વાંચીને હલી ગઈ દુલ્હન, બોલી- શ્વાસ...

PC: people.com

ઓફિસના સમય બાદ આવેલો કોઈ ઈ-મેલ કે મેસેજ મોટા ભાગે મૂડ અને માહોલ ખરાબ કરી દે છે. તો જો એવું કોઇ કર્મચારીના લગ્નના દિવસે થઈ જાય તો એ પણ ખરાબ અનુભવ હશે. હાલમાં જ એક છોકરીએ The Ben Askin Show પર જણાવ્યું કે, કેવી રીતે લગ્નના દિવસે જ તેના બોસ તરફથી આવેલા એક મેસેજે તેનો આખો દિવસ બરબાદ કરી દીધો. તેણે જણાવ્યું કે, જ્યારે તે પોતાના પરિવાર અને મિત્રો સાથે પોતાના લગ્નનું રિસેપ્શન એન્જોઈ કરી રહી હતી, ત્યારે તેને તેના બોસનો એવો મેસેજ મળ્યો જેને જોઈને તે હાલી ગઈ.

યુનાઈટેડ કિંગડમમાં રહેનારી દુલ્હને યુટ્યુબરને જણાવ્યું કે, મારા બોસ અને કલિગ્સને ખબર હતી કે આજે મારા લગ્ન છે અને બોસના મેસેજની શરૂઆત કંઈક આ પ્રકારે હતી ‘મને આશા છે કે તમારા લગ્નનો દિવસ સારી રીતે પસાર થશે અને તમે સારો સમય વિતાવ્યો હશે. તેણે આગળ લખ્યું હતું કે હું તમને માત્ર એ બતાવવા માગું છું કે, દુર્ભાગ્યથી તમને નોકરીમાંથી લે ઓફ કરવામાં આવી રહ્યા છે. તમારા પર્સનલ ઈ-મેલ એડ્રેસ પર તેની ડિટેલ મોકલવામાં આવી છે. મને વાસ્તવમાં દુઃખ છે અને હું તમને આગળ માટે શુભકામનાઓ આપું છું.’

શૉના હોસ્ટ યુટ્યુબરે હેરાની વ્યક્ત કરી અને કહ્યું કે, તારા બોસ તમારા લગ્નના દિવસે જ એમ કર્યું? હું નથી જાણતી કે તેની બાબતે શું કહું કેમ કે એ સૌથી ખરાબ વસ્તુઓમાંથી એક છે જે મેં એક સમયે સાંભળી છે. ત્યારબાદ છોકરીએ વિસ્તારથી જણાવ્યું કે, તેણે પોતાના બોસનો મેસેજ કેવી રીતે જોયો. તેણે કહ્યું કે, મેં રિસેપ્શન દરમિયાન પોતાનો ફોન બિલકુલ પણ પોતાની પાસે રાખ્યો નહોતો. જ્યારે હું આરામથી બેસી ગઈ, તો વિચાર્યું કે લોકોના વિશિસવાળા મેસેજ જોઈ લઉં.

તેણે આગળ કહ્યું કે, મેં જોયું કે ઘણા લોકોએ મને બ્લોક કરી દીધી હતી અને (કંપની)ના બધા વોટ્સેપ ગ્રુપ્સમાંથી મને હટાવી દેવામાં આવી હતી. હું હેરાન હતી કે શું થઈ રહ્યું છે. અને મેં મારા બોસનો મેસેજ જોયો. મારા બધા મિત્ર મારી આસપાસ હતા અને મારા શ્વાસ અટકી ગયા હતા. મેં તરત પોતાની ઈ-મેલ ચેક કરી. મેલમાં લખ્યું હતું કે મેં પોતાના ટારગેટ પૂરા કર્યા નથી એટલે મને કઢાવમાં આવી રહી છે. મહિલાએ કહ્યું કે, મને ખૂબ ગુસ્સો આવ્યો. મને લાગે છે કે મારી ગેરહાજરીમાં એમ કરવું કાયરતાપૂર્ણ હતું. તેઓ એ મને મળ્યા બાદ પણ કરી શકતા હતા. હું પોતાની નવી જિંદગી શરૂ કરવાની જગ્યાએ નોકરી શોધવામાં લાગી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp