આ દેશમાં 75 વર્ષ જૂના શિવ મંદિરને શિફ્ટ કરવાથી નારાજ થયા લોકો

PC: khaleejtimes.com

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ના બુર સ્થિત એક પ્રતિષ્ઠિત અને 75 વર્ષ જૂના શિવ મંદિર પરિસરને સ્થળાંતરિત કરવાના નિર્ણયથી ત્યાંના સ્થાનિક લોકોએ નિરાશા વ્યક્ત કરી છે. મંદિર મેનેજમેન્ટે જાન્યુઆરી 2024થી બધા ભક્તોને જેબેલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરમાં આવવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, રજાના દિવસે આ મંદિરમાં દર્શન કરનારાઓની સંખ્યા 5 હજાર સુધી પહોંચી જાય છે. તો તહેવારોના સમયે સંખ્યા 10 હજાર સુધી પહોંચી જાય છે, જેથી આ જગ્યા ખૂબ ભીડભાડવાળી થઈ જાય છે.

આ ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને કેટલીક વખત પડકારોનો સામનો કરવો પડે છે એટલે આ મંદિરને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા મંદિર મેનેજમેન્ટે એ વાતની પુષ્ટિ કરી છે કે 3 જાન્યુઆરી 2024થી બુર દુબઈ સ્થિત શિવ મંદિર પરિસરને હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે. એ સિવાય સિંધી ગુરુ દરબાર પરિસરને પણ 3 જાન્યુઆરીથી હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે. બધા ભક્તોને જેબેલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરમાં આવવું પડશે, જેનું નિર્માણ ગયા વર્ષે જ થયું છે.

મંદિર સ્થળાંતરણથી સ્થાનિક લોકો એટલે પણ નારાજ છે કેમ કે મંદિરની ચારેય તરફથી લગભગ 500-600 નાની નાની દુકાનો છે જે પૂરી રીતે મંદિર આવતા ભક્તો પર આશ્રિત છે. મંદિર પરિસર નજીક રહેતા દિવ્યેશ કુમાર શાહોલિયાનું કહેવું છે કે, વર્ષ 1958થી ઉપસ્થિત આ મંદિર અમારા માટે ઈંટો અને મોર્ટારથી ખૂબ વધુ છે. આ મંદિરમાં મારું બાળપણ વીત્યું છે. મારા દાદી શિવ મંદિર અને ગુરુદ્વારા પરિસરમાં અન્ય મહિલાઓ સાથે માળાઓ બનાવે છે. મંદિર પરિસરના પ્રવેશ દ્વાર પર લગાવેલી નોટિસથી ત્યાંના સ્થાનિક સમુદાયમાં રોષ છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 3 જાન્યુઆરી 2024થી શિવ મંદિરને જેબેલ અલી મંદિરમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે. નોટિસ બાદ સ્થાનિક સમુદાયમાં તેની ચર્ચા જોરો પર છે. મંદિર પરિસર અને તેની આસપાસ વિતાવેલા જૂના દિવસોને યાદ કરતા ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે મંદિરને સ્થળાંતરિત કરવું લગભગ એક યુગના અંત જેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp