ટ્રુડો સરકારે મુસલમાનો માટે એવી જાહેરાત કરી કે હંગામો થઈ ગયો

PC: indiatoday.in

કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકારે મંગળવારે વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મુસ્લિમોનાં હલાલ મોર્ગેજ (લોન) શરૂ કરવા અને વિદેશીઓ માટે દેશમાં જમીન ખરીદવા પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવાની જાહેરાત પણ કરવામાં આવી. ટ્રૂડો સરકારના આ વાર્ષિક બજેટની કેટલાક કેનેડિયન નાગરિક સખત નિંદા કરી રહ્યા છે. કેનેડિયન સરકાર વાર્ષિક બજેટની મદદથી લોકો માટે નાણાકીય સુવિધાઓનો દાયરો વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉદ્દેશ્યથી આ વખતના બજેટમાં હલાલ મોર્ગેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કેનેડિયન સરકારનું આ પગલું મુસ્લિમ સમુદાય પર ધ્યાન આપવા અને ઇચ્છુક કેનેડિયન લોકોને જમીન ઉપલબ્ધ કરાવવાના અભિયાનનો હિસ્સો છે. ટ્રૂડો સરકાર તરફથી વર્ષ 2024 માટે બજેટમાં ટેક્સ ટ્રિટમેન્ટમાં બદલાવ કે ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર્સ માટે એક નવો નિયામક બનાવવાની પણ વાત કહેવામાં આવી છે, જેનાથી ઉપભોક્તાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

શું છે હલાલ મોર્ગેજ?

હલાલ મોર્ગેજ ઈસ્લામિક શરિયા કાયદાનો હિસ્સો છે. હલાલ મોર્ગેજ વ્યાજખોરી કે વ્યાજ વસૂલવા પર પ્રતિબંધ લગાવે છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં પણ વ્યાજખોરીને પાપના રૂપમાં જોવામાં આવે છે. ઈસ્લામિક નાણાકીય સંસ્થા લોન પર વ્યાજની જગ્યાએ ગેરંટી તરીકે સંપત્તિ ગીરવે લે છે. સંપતિ ઉપર લેવામાં આવનાર લોન મોર્ગેજ લોન કહેવાય છે. મોર્ગેજ લોનમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સંપત્તિને કોઈ નાણાકીય સંસ્થા પાસે ગિરવી રાખીને તેના પર કેટલીક રકમ લોનના રૂપમાં લે છે અને લોનની રકમની ચૂકવણી કર્યા બાદ પોતાની સંપત્તિની માલિકી પરત લઈ શકે છે.

કેટલીક નાણાકીય સંસ્થા પહેલાથી હલાલ મોર્ગેજ પર લોનની રજૂઆત કરે છે. જો કે, કેનેડિયન પ્રમુખ બેન્કોમાંથી કોઈ પણ હાલમાં હલાલ મોર્ગેજ પર લોન આપતી નથી. આર્થિક વિશેષજ્ઞોનું માનવું છે કે હલાલ મોર્ગેજ પૂરી રીતે વ્યાજ મુક્ત નહીં હોય શકે. લોનના વ્યાજના રૂપમાં રેગ્યુલર ફીસ સામેલ કરી શકાય છે. ટ્રૂડો સરકારના આ નિર્ણય પર ઘણા લોકોએ આપત્તિ દર્શાવી છે અને આ પ્રકારના પગલાંને કથિત બુદ્ધિજીવી વિચાર બતાવ્યો છે.

કેનેડાના આલ્બર્ટે પ્રાંતમાં રહેતા પોલ મેકેલે જસ્ટિન ટ્રૂડો સરકારના આ પગલાંની નિંદા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, 'ટ્રૂડોના લિબરલોએ મુસ્લિમો માટે હલાલ મોર્ગેજની શરૂઆત કરી છે. તેમાં પ્રોડક્ટ્સના ટેક્સ ટ્રીટમેન્ટમાં બદલાવની સંભાવના છે. ધાર્મિક નાણાકીય ઉત્પાદનો સાથે અલગ અલગ ટેક્સ ટ્રીટમેન્ટ? આ શું છે? એક અન્ય કનેડિયન નાગરિક કોરી મોર્ગને X પર લખ્યું કે, 'બુદ્ધિજીવી વિચારનું આ એકદમ નવું અને ખતરનાક સ્તર છે.

સરકારે જૂના ધાર્મિક નિયમો હેઠળ નિયમો લાગૂ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અન્ય એક કેનેડિયન નાગરિકે જસ્ટિન ટ્રૂડો પર પ્રહાર કરતા લખ્યું કે, 'જસ્ટિન ટ્રૂડો મુસ્લિમોને લાંચ અલવા માટે હલાલ મોર્ગેજની શરૂઆત કરી છે. આગામી બજેટમાં આ ડીલને વધુ સારી કરતા હલાલ પોર્કની શરૂઆત કરશે. એક અન્ય યુઝરે લખ્યું કે, ટ્રૂડો આપણે ટ્રાન્સજેન્ડર બિલના કારણે મુસ્લિમ વોટ ગુમાવી દીધા. એટલે હલાલ મોર્ગેજ બિલ લાવો.

કેનેડામાં કેટલી છે મુસ્લિમ વસ્તી?

2021ની વસ્તી ગણતરી મુજબ કેનેડામાં ઈસાઈ ધર્મ બાદ ઇસ્લામમાં માનનારા સૌથી વધુ છે. 2021ની વસ્તી ગણતરી મુજબ 18 લાખ નાગરિક મુસ્લિમ અનુયાયી છે. 2001ની તુલનમાં આ વસ્તુ બેગણી કરતા વધારે છે. 2001માં કેનેડામાં મુસ્લિમોની કુલ વસ્તી 2 ટકાની આસપાસ આંકવામાં આવી હતી, જ્યારે 2021માં એ વધીને 4.9 ટકા થઈ ગઈ. તો હિન્દુ વસ્તી 2001ની તુલનામાં 2021માં બેગની વધુ થઈ છે.

2001ની વસ્તી ગણતરીમાં કુલ 1 ટકા આંકવામાં આવી હતી. 2021માં એ વધીને 2.3 ટકા થઈ ગઈ છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, કેનેડામાં 8 લાખ 30 હજારથી વધુ નાગરિક હિન્દુ ધર્મના અનુયાયી છે. રિપોર્ટ્સ મુજબ, કેનેડાની અડધાથી વધુ વસ્તી એટલે કે 53.3 ટકા લોકો ખ્રિસ્તી ધર્મમાં માને છે. તો લગભગ 1.20 કરોડથી વધુ એટલે કે કેનેડાની એક તૃતીયાંશ કરતા વધુ વસ્તીનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp