Video: ભારત-ચીન તણાવની વચ્ચે કેનેડામાં લાગ્યા ‘થેંક્યૂ ઈન્ડિયન આર્મી’ના નારા

PC: amazonaws.com

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે કેનેડામાં એક તિબેટીય ગ્રુપે ચીનના વિરોધમાં પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાના સમર્થનમાં નારા લગાવ્યા. ટોરેન્ટોમાં કરવામાં આવેલા આ પ્રદર્શનમાં તિબેટીય યૂથ કોંગ્રેસે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો છે. જેમાં તિબેટને આઝાદ કરવાના નારા પણ લગાવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાથી જ ચીન અને ભારતમાં પૂર્વીય લદ્દાખમાં ભૂભાગ પર અધિકારને લઇ વિવાદ ચાલી રહ્યો હતો, જે 15 જૂનની રાતે બંને દેશોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ પછી ગંભીર તણાવમાં ફેરવાઇ ગયો છે. આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તો સેનાના સૂત્રો અનુસાર, ચીનના એક કર્નલનું મોત થયું હતું. તો તેમાં 43 ચીની સૈનિકોને નુકસાન થયું હતું.

સમાચાર એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, ટોરેન્ટોના ક્ષેત્રીય તિબેટીય યૂથ કોંગ્રેસે ત્યાં સ્થિતિ ચીની વાણિજ્ય એમ્બેસીની સામે પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન દરમિયાન 'Tibet stands with India' (તિબેટ ભારતની સાથે છે) અને 'Thank you Indian Army'(આભાર ભારતીય સેના) જેવા નારા લગાવવામાં આવ્યા. ચીનની સામેના આ પ્રદર્શનમાં તિબેટને આઝાદ કરો જેવા નારા પણ લાગ્યા. આ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં લોકો જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે, ચીનના સૈનિકો સાથે થયેલા ઘર્ષણ પછી અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેન જેવા ઘણાં દેશોએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, તેઓ આશા કરી રહ્યા છે કે બંને દેશો વાતચીત કરી વિવાદનો ઉકેલ લાવી દેશે. હિંસક ઘર્ષણ પહેલા જ બંને દેશોની વચ્ચે સીમા વિવાદ પર વાતચીત થઈ રહી હતી, જે ત્યાર પછી પણ ચાલુ રાખવામાં આવી છે. મંગળવારે જ બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીત થવાની છે.

ખેર, ભારત સરકાર તરફથી TikTok સહિત 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દેવામાં આવી  છે અને બેન માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાનું કારણ આપવામાં આવ્યું છે. બેન કરવામાં આવેલી 59 ચાઈનીઝ એપ્સમાં TikTok ઉપરાંત UC Browser, Helo, Bigo Live, Vigo Video, ShareIT, Xender, 360 Security જેવી પ્રચલિત એપ્સનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઇ ચીનના વલણ પર ચારેય તરફથી સવાર ઊભા થઈ રહ્યા છે. દક્ષણિ ચીન સાગરથી લઇ લદ્દાખ સુધી ચીનના વિસ્તારવાદી વલણથી પરેશાન દેશોની સંખ્યા વધતી જઈ રહી છે. હોંગકોંગમાં વિવાદિત કાયદો પાસ કરાવ્યા પછી બ્રિટન પણ હવે ખુલીને ચીનની સામે ઊભું થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp