બેંકરે પોતાની તિજોરીમાં સંતાડ્યા હતા એટલા રૂપિયા, જેને જોઈ તમારા હોંશ ઉડી જશે

PC: caixin.com

ચીનમાં એક વ્યક્તિના ઘરમાં મુકેલી તિજોરીમાંથી 200 મિલિયન યુઆન (આશરે 205 કરોડ રૂપિયા) કેશ મળી આવ્યા છે. એક ફ્લેટમાં મુકવામાં આવેલા આ રૂપિયાને જોતા ચીનના અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા. કારણ કે, આ પૈસા ચાર તિજોરીઓમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. આ વ્યક્તિ પણ કોઈ નાનો વ્યક્તિ નથી. તે ચીનની એક બેંકનો પૂર્વ પ્રમુખ રહી ચુક્યો છે.

આટલો મોટો ભ્રષ્ટાચાર આચરનાર આ વ્યક્તિનું નામ લાઈ ઓમિન છે. તે ચીનની હુઆરોંગ મેનેજમેન્ટ કંપનીનો પૂર્વ પ્રમુખ રહી ચુક્યો છે. તેના જ એપાર્ટમેન્ટના એક રૂમમાં મુકવામાં આવેલી 4 તિજોરીઓમાંથી 205 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ પૈસાને કારણે બેંકને ખૂબ જ નુકસાન થયું હતું. કારણ કે તેણે જે પૈસા લાંચ તરીકે લીધા હતા, તે તેની બેંકના ગ્રાહકો જ આપી જતા હતા.

57 વર્ષીય લાઈ જિયાઓમિને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ખુલાસો પોતે જ એક ટીવી ડોક્યૂમેન્ટ્રી કાર્યક્રમમાં કર્યો હતો. તેણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મેં તે પૈસામાંથી એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી. આખરે, તે પૈસા ચીનના સરકારી અધિકારીઓએ જપ્ત કરી લીધા. ત્યારબાદ, ચીનની સરકારે લાઈ જિયાઓમિન પર લાંચ લેવાનો, ભ્રષ્ટાચાર અને બે-બે લગ્ન કરવાનો ગુનો દાખલ કર્યો છે.

લાઈ જિયાઓમિનની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેના પર 1.6 બિલિયન યુઆન (આશરે 1696 કરોડ રૂપિયા) લાંચ લેવાનો આરોપ હતો. લાઈની પાસે ઘણી સંપત્તિઓ છે. મોંઘી ઘડિયાળો, કાર, સોનાના ઘરેણાં અને મોંઘી કલાકૃતિઓ પણ છે. લાઈને ચીનના અત્યારસુધીના સૌથી ભ્રષ્ટ અધિકારી કહેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp