યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ચીનને સુધારો જોઇએ પણ ભારત નહીં

PC: eastasiaforum.org

કહીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)મ સુધારાઓને લઈને પોતાનું મંતવ્ય યથાવત રાખતા કહ્યું કે, વિકાસશીલ દેશો, ખાસ કરીને નાના અને મધ્યમ દેશોને વધારે પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તો તેણે ભારત અને અન્ય દેશોની એ અપીલ પર સીધી પ્રતિક્રિયા આપતા દૂરી બનાવી કે વૈશ્વિક સંસ્થાની ઉચ્ચ એકાઈનો વિસ્તાર કરવો જોઈએ અને તેમાં તેમને પણ સામેલ કરવા જોઈએ. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ની કેન્દ્રીય સમિતિના વિદેશી બાબતોની આયોગના કાર્યાલય ડિરેક્ટર વાંગ યીએ હાલમાં જ બીજિંગમાં UNSC સુધાર પર આંતર સરકારી વાર્તા (IJN)ના સહ-અધ્યક્ષ તારેક MAM અલ્બાઈન અને આલેક્જેન્ડર માર્શિક સાથે મુલાકાત કરી અને વૈશ્વિક સંસ્થાના ઉચ્ચ અંગના પુનર્ગઠન પર ચીનના મંતવ્ય રેખાંકિત કર્યા.

ફ્રાંસ, રશિયા, બ્રિટન અને અમેરિકા સાથે સાથે ચીન પણ 15 સભ્યોની સુરક્ષા પરિષદનું સ્થાયી અને વીટો શક્તિ પ્રાપ્ત સભ્ય છે. સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્ય છે, જ્યારે બાકી 10 સભ્યોને 2 વર્ષની અવધિ માટે અસ્થાયી રૂપે ચૂંટવામાં આવે છે અને તેમની પાસ વીટો પાવર હોતો નથી. પરિષદમાં સુધાર સંબંધિત વર્ષોના પ્રયાસમાં ભારત સૌથી આગળ રહ્યો છે અને તે એમ કહે છે કે નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ એકાઈમાં સ્થાયી સભ્યના રૂપમા જગ્યા મેળવવા માટે વાસ્તવિક હકદાર છે.

IGN પ્રતિનિધિઓ સાથે પોતાની વાતચીતમાં વાંગે કહ્યું કે, સુરક્ષા પરિષદના સુધારમાં નિષ્પક્ષતા અને ન્યાય બનાવી રાખવાના પ્રયાસ કરવા જોઈએ, વિકાશીલ દેશોનું પ્રતિનિધિત્વ વધારવું જોઈએ, નાના અને મધ્યમ આકારના દેશોને તેમાં ભાગ લેવાનો અવસર આપવો જોઈએ. શિન્હૂઆ સમાચાર એજન્સીએ વાંગના સંદર્ભે લખ્યું કે, આશા છે બકે સહ-અધ્યક્ષ ગરબડીને દૂર કરવા અને સામાન્ય સહમતી બનવા માટે બધા પક્ષોનું માર્ગદર્શન કરશે, જેથી સુરક્ષા પરિષદની સુધાર પ્રક્રિયાને ઇન્ટરનેશનલ સમુદાય તરફથી વ્યાપક માન્યતા મળે અને પરિણામ ઇતિહાસની કસોટી પર ખરું ઉતરે.

ગત 25 એપ્રિલ રોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે UNSCમાં કહ્યું હતું કે, જ્યારે દુનિયાના સૌથી મોટા લોકતંત્રને વૈશ્વિક નિર્ણય લેવાથી બહાર રાખવામાં આવ્યું છે તો સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સંસ્થામાં સુધારાની ભારતની માગ યોગ્ય છે. G-4 દેશ, ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં સ્થાયી સીટ માટે એક-બીજાના પ્રયાસોનું સમર્થન કરી રહ્યા છે. UNSCમાં સ્થાયી સીટ માટે ભારતની દાવેદારીને અમેરિકા બ્રિટન, ફ્રાંસ અને રશિયા પાસેથી વ્યાપક સમર્થન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp