ગરીબ બાળકને રોડ પર મળી રૂપિયાથી ભરેલી બેગ, ઘરે લઈ જવાની જગ્યાએ કર્યું આ કામ
પિતા બીમાર, સારવાર માટે રૂપિયાઓની સખત જરૂરિયાત. એવામાં ક્યાંકથી રોડ પર રૂપિયાથી ભરેલી બેગ મળી જાય તો તેનાથી સારું શું હોય? કોઈ પણ હોય, સૌથી પહેલા પિતાની સવાર કરાવશે, પરંતુ 13 વર્ષીય યાંગના વિચાર કંઈક અલગ જ હતા. તેણે પોતાના પરિવારને આ પૈસા આપવાનું ઉચિત ન સમજ્યું અને કંઈક એવું કર્યું કે, આખી દુનિયામાં તેના ભરપેટ વખાણ થઈ રહ્યા છે. અહી સુધી કે, પોલીસવાળા પણ તેના દીવાના થઈ ગયા છે. તેને સલામ પણ ઠોકી. શાળામાં સન્માનિત કરવામાં આવ્યો.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના રિપોર્ટ મુજબ, યાંગ પોતાની માતા ઝૂ જિયાઓરોંગ સાથે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે જ તેની નજર એક પથ્થરના કિનારે પડેલી એક સફેદ રંગની બેગ પર પડી. તેણે ઉત્સુકતાવશ બેગ ખોલી, તો તેને જોઈને તે હેરાન રહી ગયો. યાંગે કહ્યું કે, મને આશા નહોતી કે બેગની અંદર આટલી મોટી રકમ હશે. તેમાં 18 લાખ રૂપિયા પડ્યા હતા. યાંગે આમ તેમ જોયું જેથી બેગના માલિકની ઓળખાણ કરી શકે. સાઇકલ લઈને આખા વિસ્તારમાં ફરતો રહ્યો, પરંતુ બેગના માલિકની ઓળખ ન થઈ શકી.
પૂર્વી ચીનના જિયાંગ્સૂ પ્રાંતના રહેવાસી યાંગનો પરિવાર ખૂબ ગરીબ છે. રોજી રોટી માટે ઝઝૂમી રહ્યો છે. આ દરમિયાન તેના પિતાની તબિયત બગડી ગઈ. મસ્તિષ્કમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો, તો હૉસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો. યાંગ ઈચ્છતો તો આ પૈસાથી પોતાના પિતાની સારવાર કરાવી શકતો હતો, પરંતુ તેણે એમ કરવાનું યોગ્ય ન સમજ્યું. સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં યાંગે કહ્યું કે, ‘આ પૈસા જેના પણ હશે, તે ખૂબ પરેશાન હશે. શોધી રહ્યું હશે. બની શકે કે તેને પણ મારા પિતાની જેમ એક જીવન બચાવવા માટે પૈસાની જરૂરિયાત હોય. એટલે મેં માતાને કહ્યું કે, પોલીસને બોલાવીએ.’
પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. યાંગ અને તેની માતા એ અધિકારી પાછળ પાછળ પોલીસ સ્ટેશન સુધી ગયા. પછી પોલીસની મદદથી એ વ્યક્તિની શોધ કરી લેવામાં આવી, જેની આ બેગ હતી. જ્યારે યાંગની શાળામાં આ બાબતે ખબર પડી તો તેણે યાંગના વખાણ કર્યા. તેના સન્માનમાં એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં તમામ પોલીસ અધિકારી સામેલ થાય અને યાંગને સલામ કરી. આ બધુ એટલે કેમ કે આ પરિવારને પૈસાઓની સખત જરૂરિયાત હતી. ચીની સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં યાંગના પિતા હૉસ્પિટલમાં એક બેડ પર સૂતા નજરે પડે છે. તે ચાલવા ફરવામાં અસમર્થ છે. આ પરિસ્થિતિ છતા યાંગે ઈમાનદારી દેખાડી અને પૈસા પોતાની પાસે ન રાખ્યા. આખી દુનિયા આ બાળકના વખાણ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp