ચીને એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન આપી, અનુરાગ ઠાકુરે લીધું આ પગલું

PC: twitter.com

ચીનના હોંગઝાઉમાં આવતીકાલ એટલે કે 23 સપ્ટેમ્બરથી શરૂ થનારા 19મી એશિયન ગેમ્સમાં અરૂણાચલ પ્રદેશના 3 ખેલાડીઓને એન્ટ્રી નહીં આપવાની ચીનની ચાલ સામે ભારતે કડક વલણ અપવાન્યું છે. દિલ્હીના ચીનના દુતાવાસ અને બેઝીંગમાં ભારતીય દુતાવાસ મારફતે ભારતે પોતાનો કડક વિરોધ બતાવ્યો છે.

એની સાથે જ ભારતના કેન્દ્રીય સ્પોર્ટસ અને યુવા કલ્યાણ મંત્રી અમુરાગ ઠાકુરે એશિયન ગેમ્સમાં સામેલ થવા માટે ચીનની પોતાની મુલાકાત રદ કરી નાંખી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે, 22 સપ્ટેમ્બરે કહ્યું કે ચીન હમેંશા આ રીતે જાતિયતાના આધાર પર ભારતીય નાગરિકોની સાથે આ રીતે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરતું રહ્યું છે. ભારત આવી વાતને પુરી રીતે અસ્વીકાર કરે છે. અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને રહેશે.

બાગચીએ ક્હયું કે અરૂચણાચલના ભારતીય ખેલાડીઓને એશિયન ગેમ્સમાં પ્રવેશ નહીં આપવાની ચીનની કાર્યવાહી એશિયન રમતોની ભાવના અને તેમાં સામેલ થવાના નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. એમાં સામેલ સભ્ય દેશોને કિ પણ જાતના ભેદભાવ વગર ખેલાડીઓની પ્રતિદ્વંધતા સુનિશ્ચિત કરવાની હોય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે આની પર કડક વિરોધ બતાવવા માટે ભારતના સ્પોર્ટસ મંત્રી અનુરાગ ઠાકુરે તેમને એશિયન ગેમ્સની મુલાકાતને રદ કરી દીધી છે.બાગચીએ કહ્યુ કે એશિયન ગેમ્સમાં રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરને ચીનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનું હતું, પરંતુ તેમણે ચીન સામે વિરોધ વ્યકત કરવા મુલાકાત રદ કરવાનો નિર્ણય લીધો.

અરૂણાચલના 3 વૂસુ ખેલાડીઓને ચીને એશિયન ગેમ્સમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો બતાવે છે અને ત્યાંના નાગરિકોની ભારતીય કહેવા પર આપત્તિ બતાવે છે.

આ પહેલા જુલાઇ મહિનામાં પણ આ જ રીતે અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓને ચીને એન્ટ્રી આપવાનો ઇન્કાર કરી દીધો હતો, જેની પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને લગાતાર બીજી વખત પોતાની અવળચંડાઇ બતાવી છે.

અરૂણાચલ પ્રદેશના ખેલાડી તેગાઓનિલુ,લામગુ મેપુગં અને વાંગસુ ન્યેમાનનને ભારતીય વૂશુ ટીમ ની સાથે હોંગઝાઉ જઇ શક્યા નહોતા. આ પહેલાં જુલાઇ મહિનામાં આ જ 3 ખેલાડીઓને ચીને સ્ટેમ્પ વિઝા જારી કર્યા હતા, જેનો ભારતે કડક વિરોધ બતાવીને આખી વૂશૂ ટીમને એરપોર્ટ પરથી પાછી બોલાવી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp