ચીને જાણીજોઈને ફેલાવ્યો કોરોના,બાયોવેપન તરીકે કર્યો ઉપયોગઃચીનના રિસર્ચરનો ખુલાસો
ચીનના વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિસર્ચરે દાવો કર્યો છે કે, ચીને જાણીજોઇને સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસ ફેલાવ્યો. કોવિડ-19નો જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કર્યો. જેથી લોકોને સંક્રમિત કરી શકાય. આ ચીન દ્વારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા જૈવિક આતંકવાદનો હિસ્સો હતો. રિસર્ચર ચાઓ શાઓએ કહ્યું કે, તેના સાથીઓને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે, જાણકારી મેળવો કે કયો સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ ચોંકાવનારો ખુલાસો ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય જેનિફર જેંગને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહી. જેનિફર ચીનમાં પેદા થયેલા માનવાધિકાર કાર્યકર્તા અને લેખક છે.
26 મિનિટના ઇન્ટરવ્યૂમાં ચાઓ શાઓએ જણાવ્યું કે, કઇ રીતે તેના સાથી રિસર્ચરને તેના સુપીરિયરને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા. કહ્યું કે, ટેસ્ટ કરીને જણાવો કે આ ચારેયમાંથી કયા સ્ટ્રેનમાં ફેલાવાની ક્ષમતા વધુ છે. કયા સ્ટ્રેનથી વધુ પ્રજાતિઓને સંક્રમિત કરી શકે છે. આ પણ જાણકારી મેળવો કે તે વ્યક્તિને કેટલી બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું કે, ચીન કોરોના વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
ચાઓએ જણાવ્યું કે, તેના ઘણા સાથી 2019થી ગૂમ છે. તે સમયે વુહાનમાં મિલિટ્રી વર્લ્ડ ગેમ્સ થઈ હતી. બાદમાં તેના સાથીઓમાંથી એકે ખુલાસો કર્યો કે તેને એ હોટેલોમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં બીજા દેશોના એથલીટ્સ રોકાયા હતા. જેથી, તેમના સ્વાસ્થ્ય અને હાઇજીનનું ધ્યાન રાખી શકાય. પરંતુ, વાયરોલોજિસ્ટ હાઇજીન ચેક નથી કરતા. ચાઓ શાઓ કહે છે કે, તેને આશંકા છે કે, તેના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા મોકલવામાં આવ્યા હતા.
એપ્રિલ 2020માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યા હતા જેથી, જેલોમાં બંધ ઉઇગરોના સ્વાસ્થ્યની તપાસ કરાવી શકાય. સાથે જ તેના રી-એજ્યુકેશન કેપ્સની તપાસ થઈ શકે. સ્વાસ્થ્ય તપાસ બાદ તેને વહેલા આઝાદ કરી શકાય. વાયરસની સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોના સ્વાસ્થ્યની તપાસનું કામ આપવું ક્યાંથી યોગ્ય છે. ચાઓને લાગે છે કે, તેને માત્ર એ જોવા મોકલવામાં આવ્યા હતા કે વાયરસ ફેલાઇ રહ્યો છે કે નહીં. અથવા પછી તેના દ્વારા વાયરસ ફેલાવવામાં આવ્યો.
Biological Terrorism: China engineered Covid-19 "bioweapon" to purposely infect people, reveals Wuhan researcher
— ANI Digital (@ani_digital) June 28, 2023
Read @ANI Story | https://t.co/OLOLUSUA7n#China #COVID19 #WuhanInstituteofVirology #BioWeapon #Pandemic pic.twitter.com/Hpfsccirw3
ચાઓ શાઓએ કહ્યું કે, ચીને જે કર્યું અને જે તે જણાવી રહ્યા છે તે મોટી પહેલીનો નાનકડો હિસ્સો છે. આ મહામારીએ સમગ્ર દુનિયામાં 70 લાખ કરતા વધુ લોકોને મારી નાંખ્યા. આશ્ચર્યની વાત એ છે કે, તેના પર હજુ પણ તપાસ થઈ રહી છે. વૈજ્ઞાનિક દવાઓ અને વેક્સીન શોધી રહ્યા છે. તેની અસ્થાઈ સારવાર શોધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp