આ જગ્યાએ ત્રીજા બાળકને જન્મ આપવા પર 11.50 લાખ રોકડા અને 1 વર્ષ પગાર સાથે રજા

PC: aljazeera.com

સિંગલ ચાઈલ્ડની પોલીસી અપનાવનાર ચીનની વસ્તી પર ગત વર્ષે એક મોટું વસ્તી સંકટ ઊભું થયું હતું. છેલ્લા ઘણા સમયથી ચીન સિંગલ ચાઈલ્ડ પોલીસી પર કામ કરી રહ્યું છે. ચીનની કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા મોટા પાયે વધવા લાગી હતી. આ સ્થિતિથી ગભરાઈને ચીન સરકારે હવે વધુ બાળકો પેદા કરવા યુગલોને પ્રોત્સાહન આપ્યું છે. આ મામલે હવે ચીનની એક કંપનીએ અનોખી ઓફર આપી છે.

ત્રીજું બાળક પેદા કરવા પર કંપનીએ પોતાના કર્મચારીઓને એક વર્ષની રજા અને 11.50 લાખ રૂપિયા બોનસ પેટે આપવાની ઓફર કરી છે. ચીનના અખબાર નેશનલ બિઝનેસ ડેઈલીના રીપોર્ટ અનુસાર ચીનમાં બેબી બોનસ, એક્સિડન્ટ પેઈડ લીવ્સ, ટેક્સમાં છૂટછાટ, બાળકોનો ઉછેર કરવા માટે સબસીડી જેવું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ બધા પ્રયાસ એટલા માટે કારણ કે, યુગલ ત્રીજુ બાળક પેદા કરે. સરકાર સિવાય કંપનીઓ પણ પોતાની તરફથી અનેક પ્રકારના ઓફર અને બોનસ આપી રહી છે.

ટેક કંપની Beijinig Dabeinong Technology Groupએ પોતાના કર્મચારીઓને ત્રીજુ બાળક પેદા કરવા પર ઓફર આપી છે. કંપનીએ આ માટે કર્મચારીઓને 90,000 યુઆન એટલે કે, આશરે 11.50 લાખ રૂપિયા રોકડ સિવાય એક વર્ષની રજાનું એલાન કર્યું છે. મહિલા કર્મચારીઓ માટે આ રજા 12 મહિનાની નક્કી કરાઈ છે. જ્યારે પેરેન્ટલ લીવ 9 મહિના સુધીની આપવામાં આવે છે. એટલું જ નહીં કંપની પહેલા અને બીજા બાળક માટે પણ બોનસ આપી રહી છે. કંપની પહેલા બાળક માટે 30 હજાર યુઆન એટલે કે આશરે 3.54 લાખ રૂપિયા બીજા બાળક માટે 60 હજાર યુઆન એટલે કે આશરે 7 લાખ રૂપિયા બોનસ પેટે આપી રહી છે.

માત્ર કંપની જ નહીં ચીનની જુદા જુદા પ્રાંતની સરકાર પણ બાળકો પેદા કરવા માટે બોનસ આપી રહી છે. તાજેતરમાં Panzhihua શહેર તંત્રએ બીજા અથવા ત્રીજા બાળક માટે મહિનાના 500 યુઆન એટલે કે આશરે 6 હજાર રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ચીનની સેન્ટ્રલ સરકારે પણ 98 દિવસની મેટરનિટી લીવ પણ મંજૂર કરી દીઘી છે. જોકે, સુપરપાવર બનવા માટે દોટ મૂકતું ચીન હાલમાં પોતાની વૃદ્ધ વસ્તીના આંકડા સામે લડી રહ્યું છે. ચીનમાં યુવાનો નથી એના કરતા વધારે વૃદ્ધો એના દરેક પ્રાંતમાં છે. આ દ્રષ્ટિકોણથી એની વસ્તી ઘણી વધારે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp