શ્રીલંકાને નવા રાષ્ટ્રપતિ ભારત માટે કેમ સારા નથી, ખુશ થયું ચીન

PC: linkedin.com

શ્રીલંકામાં 56 વર્ષીય માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લીધી છે. સોમવારે તેમણે પદના શપથ લીધા. શ્રીલંકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક વાંમપંથી નેતાની જીતથી ચીન ખૂબ જ ખુશ થઈ ગયું છે. ચીની એક્સપર્ટ્સ અત્યારથી ખુશીથી ઊછળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અનુરા કુમારા દિસાનાયકે સત્તામાં આવવાથી શ્રીલંકાની ભારત પર નિર્ભરતા ઓછી થશે. તેમનું કહેવું છે કે વાંમપંથી અનુરા કુમારા દિસાનાયકે સત્તામાં આવવાથી શ્રીલંકા સાથે ચીનના સંબંધ વધુ મજબૂત થશે અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)માં પણ તેજી આવશે.

BRI ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જે હેઠળ શ્રીલંકામાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે. ચીન પર આક્ષેપ લાગતા રહ્યા છે કે પોતાના આ પ્રોજેક્ટના માધ્યમથી તે વિકાસશીલ દેશોમાં ભારે રોકાણ કરીને એ દેશોને લોનની જાળમાં ફસાવી લે છે, વર્ષ 2022માં શ્રીલંકન આર્થિક, રાજનીતિક સંકટ દરમિયાન દેશની અંદરથી ચીનના BRI વિરુદ્ધ અવાજ ઉઠ્યો હતો, પરંતુ હવે જ્યારે શ્રીલંકામાં સત્તા પરિવર્તન થઈ ગયું છે અને નેશનલ પીપલ્સ પાવર (NPP)ના અનુરા કુમાર દિસાનાયકેને રવિવારે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. ચીનને આશા છે કે બંને દેશોના સંબંધ મજબૂત થશે અને BRI પ્રોજેક્ટ પર તેજીથી કામ થશે.

દિસાનાયકેની જીત પર ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે એક લેખ છાપ્યો છે, જેમાં ઘણા ચીની વિશેષજ્ઞોએ કહ્યું કે, દિસાનાયકે આવ્યા બાદ ચીન-શ્રીલંકાના સંબંધ વધુ મજબૂત થશે. સિંધુઆ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય રણનીતિ સંસ્થામાં શોધ વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગના સંદર્ભે ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ‘શ્રીલંકાની નવી સરકાર આવ્યા બાદ બંને દેશોના સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. એવું એટલે કેમ કે દિસાનાયકેની પાર્ટીની વિચારધારા ચીન સાથે મેળ ખાય છે અને ચીન સાથે દેશના સંબંધોને મહત્ત્વ આપે છે.

ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ પર પોતાની નિર્ભરતા ઓછી કરીશું અને ચીન સાથે વધુ જોડીશું. લેખમાં એક્સપર્ટના સંદર્ભે લખવામાં આવ્યું છે કે શ્રીલંકાની નવી સરકાર ભારત અને ચીન બંને જ દેશો સાથે સંતુલિત વલણ બનાવી રાખશે, પરંતુ આ વાતની સંભાવના છે કે નવા રાષ્ટ્રપતિ ભારત પર નિર્ભરતા ઓછી કરશે અને વધુ વ્યાવહારિક, મિત્રતાપૂર્ણ વલણ અપનાવીને ચીનની ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી સાથે જોડાશે.

અખબારે અંતમાં લખ્યું કે, શ્રીલંકાની નવી સરકાર દેશની આર્થિક સ્થિતિમાં સુધાર વચ્ચે પોતાની અર્થવ્યવસ્થાના વિકાસ અને પોતાના લોકોની આજીવિકામાં સુધારને પ્રાથમિકતા આપશે. એ દેખાડે છે કે ચીન-શ્રીલંકા સંબંધોમાં મોટી સંભાવનાઓ છે કેમ કે ચીન શ્રીલંકાને BRIમાં એક મહત્ત્વપૂર્ણ દેશ માને છે. શ્રીલંકાએ શ્રીલંકામાં બંદરગાહ સહિત ઘણા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે, જેનાથી ત્યાંના લોકોને ફાયદો થયો છે. શ્રીલંકાની નવી સરકાર પાસે ભારત-ચીન સાથે સંતુલન બનાવવાનો મોટો પડકાર છે.

નવી સરકારને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે ચીન તરફ ઝુકાવવાળી હોય શકે છે. જો કે, પાર્ટીએ આશ્વાસન આપ્યું છે કે પાર્ટી કોઈ ભૂ-રાજકીય પ્રતિદ્વંદ્વિતામાં નહીં પડે. દિસાનાયકેની NPP પાર્ટીના પ્રવક્તા બિમલ રત્નાયકેએ સમાચાર એજન્સી AFP સાથે વાત કરતા કહ્યું કે, શ્રીલંકાની જમીનનો ઉપયોગ કોઈ દેશ વિરુદ્ધ નહીં કરવામાં આવે. અમારા ક્ષેત્રની ભૂ-રાજકીય સ્થિતિથી અમે પૂરી રીતે પરિચિત છીએ, પરંતુ અમે તેનો હિસ્સો નહીં બનીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp