નિધનના 14 વર્ષ બાદ ઓફિસ આવી મહિલા? વર્ષો સુધી પેન્શન પણ લીધું, પછી..
દુનિયામાં એવી એવી ઘટના સામે આવે છે, જે હેરાન કરી દે છે. ઘણી વખત એ મોટા લેવલ પર ફ્રોડ સાબિત થાય છે. હાલમાં જ એવી એક ઘટના ચીનથી સામે આવી છે. વર્ષ 1993માં એક મહિલાનું રોડ અકસ્માતમાં મોત થઈ ગયું હતું, છતા વર્ષ 2007 સુધી વુહાનની ફેક્ટ્રીમાં પોતાના કામ પર રોજ આવતી રહી. ત્યારબાદ રિટાયર થઈ ગઈ અને પછી વર્ષ 2023 સુધી પેન્શન પણ લેતી રહી. અત્યાર સુધી તે 393,676 યુઆન (લગભગ 46.21 લાખ રૂપિયા) પેન્શનનાં રૂપમાં લઈ ચૂકી છે.
હવે સવાલ એ છે કે, બધુ થયું કેવી રીતે? કોઈ મોત બાદ ભલું નોકરી કેવી રીતે કરી શકે છે? તો વાસ્તવમાં આ એક મોટું ફ્રોડ હતું, જે મૃત મહિલાની બહેને કર્યું. ઉત્તરી ચીનના ભીતરી મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રના વુહાનની એન. નામની મહિલાએ કાર દુર્ઘટનામાં પોતાની બહેનના મોત બાદ ચૂપચાપ તેની ID લઈને ફેક્ટ્રીમાં કામ ફરીથી શરૂ કરી દીધું. જો કે, એ કહી નહીં શકાય કે આ બંને મહિલાઓ એક જેવી દેખાતી હતી કે નહીં. વુહાન શહેરના હેબોવન ડિસ્ટ્રિક્ટ પીપલ્સ કોર્ટ મુજબ એને વર્ષ 2007માં પોતાની બહેનના રિટાયરમેન્ટ સુધી કારખાનામાં કામ કર્યું.
પછી વર્ષ 2023 સુધી કુલ 16 વર્ષો સુધી બહેનના નામ પર પેન્શન પણ લીધું. અચાનક ફ્રોડનો ખુલાસો થવા પર એને પોલીસ આગળ ગુનો સ્વીકારી લીધો અને પૈસા ચૂકવવાની વાત કહી. તેના કબૂલનામાં અને પૈસા ચૂકવવાના આશ્વાસન પર અંતે કોર્ટે તેને 3 વર્ષની જેલની સજા સંભળાવી. જેને 4 વર્ષ સુધી વધારી દેવામાં આવી. સાથે જ તેના પર 25 હજાર યુઆન (3500 ડૉલર કે 2.92 લાખ રૂપિયા)નો દંડ પણ ફટકારવામાં આવ્યો. જો કે, આ કેસ પર ઓનલાઇન ખૂબ રીએક્શન એવા છે કે લોકો મહિલા પ્રત્યે સહાનુભૂતિ દેખાડી રહ્યા છે.
લોકો કહી રહ્યા છે કે એને 14 વર્ષ સુધી કામ કર્યું અને નોકરીમાં પોતાને સાબિત કરી. એક યુઝરે કહ્યું કે, માત્ર પેન્શન માટે કોણ 14 વર્ષ સુધી કામ કરશે? તેણે બસ એક નોકરી સંભાળી. 14 વર્ષ સુધી કામ કરવાનું સાબિત કરે છે કે તે તેને લાયક હતી. એક અન્ય યુઝરે લખ્યું કે, તેણે સોશિયલ સિક્યોરિટીમાં ઓછી ચૂકવણી નથી કરી, ન તો તેણે ઓછું કામ કર્યું, તો હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગઈ છે તો તેને પેન્શન કેમ ન મળવું જોઈએ? અન્ય એક યુઝરે લખ્યું કે, તે એ લોકોથી વધારે ઈમાનદાર છે જે સત્તાવાર પદો પર રહેતા પણ કામ કર્યા વિના સારી સેલેરી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp