ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે છે અનોખી કાર, એવી દુનિયાના કોઇ નેતા પાસે નથી

PC: carnewschina.com

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટની સાથે સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પણ વાત કરી હતી. તણાવની વચ્ચે આખી દુનિયાની નજર બંને પાવરફુલ નેતાઓ વચ્ચેની વાતચીત પર હતી. આ બધાની વચ્ચે બીજી એક ખાસ વાતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું, તે છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કાર. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની સુરક્ષા ખૂબ જ મજબુત રહેતી હોય છે. આ કાર એવી જ સુરક્ષિત કાર છે. શી જિનપિંગ પાસે સુરક્ષા કવચ જેવી જે કાર છે તે દુનિયાના કોઇ પણ નેતા પાસે નથી. આ કાર શું કામ ખાસ છે તે વિશે તમને માહિતી આપીશું.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી ચીનના સેન્ટ્રલ સિક્યુરિટી બ્યુરોની છે, જે ચીનના તમામ ટોચના નેતાઓ અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓને સુરક્ષા પૂરી પાડે છે. જિનપિંગની સ્પેશિયલ કાર જોઈને જો બાઇડન પણ પ્રભાવિત થયા હતા અને તેઓ તેની પ્રશંસા કરતા પોતાની જાતને રોકી શક્યા ન હતા. જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિની કારને સુંદર કાર ગણાવી હતી. એટલું જ નહીં, બાઇડને ચીનના રાષ્ટ્રપતિની કારની સરખામણી તેમની 10 ટન વજનની કેડિલેક લિમોઝીન કાર સાથે કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કાર બુલેટપ્રૂફ લિમોઝીન છે, જેને Hongqi N701 Limousine કહેવામાં આવે છે. તેને વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે. વિદેશ પ્રવાસ દરમિયાન શી જિનપિંગની સુરક્ષા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જેવી જ હોય છે.

શી જિનપીંગની સુરક્ષાની જવાબદારી સંભાળનારા જવાન સામાન્ય રીતે એકદમ ચૂસ્ત હાઇટ બોડી વાળા હોય છે. આ જવાનો અનેક લેયરમાં રાષ્ટ્રપતિ શી જિનપીંગની સુરક્ષા કરે છે. શી જિનપીંગના કાફલામાં અંદરની બાજુએ 6થી 8 પર્સનલ કમાન્ડો હોય છે, જે તેમને ઘેરીને કારની આસપાસ ઉભા હોય છે. જો કે શી જિનપીંગની નજીક રહેનારા કમાન્ડોને સમયે સમયે બદલી નાંખવામાં આવે છે.

શી જિનપિંગની કારમાં ખૂબ જ પાવરફુલ એન્જિન લાગેલું છે, ઉપરાંત તે ચીનમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી કાર માનવામાં આવે છે. તેના ગ્રાહક સંસ્કરણની કિંમત જ 8 લાખ ડોલર છે. છેલ્લા 10 વર્ષમાં આવી માત્ર 50 કાર જ બની છે. શી જિનપિંગની N701 કારને રેડ ફ્લેગ પણ કહેવામાં આવે છે.

ચીન પોતાને વામપંથી દેશ તરીકે બતાવે છે અને આ જિનપીંગની કારનું નામ તેમની સામ્યવાદી વિચારધાને દર્શાવે છે. શી જિનપીંગની કાર પર કોઇ પણ રાસાયણિક હુમલાની પણ અસર થતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp