શું તમે મારી સાથે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સવારથી રાત વિતાવવા માગશો? થયો વિવાદ

PC: scmp.com

ચીનમાં એક ટોપ યુનિવર્સિટીને જબરદસ્ત વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટીમાં એડમિશન માટે કેટલીક જાહેરાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી, પરંતુ એ જાહેરાત પર હોબાળો મચી જવા પામ્યો છે અને ઘણા લોકોએ કહ્યું કે આ યુનિવર્સિટી મહિલાઓને ઓબ્જેક્ટિફાઈ કરી રહી છે. નાનજિંગ યુનિવર્સિટી (NJU)એ થોડા દિવસ પહેલા આ જાહેરાત ચીનની જાણીતી સોશિયલ મીડિયા એપ વાઈબૂ પર નાખી હતી. આ જાહેરાતમાં 6 સ્ટુડન્ટ્સ બતાવવામાં આવ્યા હતા. આ બધા વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ આ જ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે.

આ સ્ટુડન્ટ્સના હાથોમાં એક સાઇન બોર્ડ જોઈ શકાય છે અને તે આ યુનિવર્સિટીના અલગ અલગ ભાગમાં ઊભા નજરે પડ્યા હતા. આ તસવીરોમાં બે તસવીર એવી હતી જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો સૌથી વધારે ભડકી ઉઠ્યા હતા. તેમાં એક તસવીરમાં એક ગુડ લૂકિંગ વિદ્યાર્થિની હાથમાં સાઇન બોર્ડ લઈને ઊભી છે. સાઇન બોર્ડ પર લખ્યું હતું કે શું તમે મારી સાથે આ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સવારથી રાત સુધીનો સમય વિતાવવા માંગશો?

એ સિવાય વધુ એક વિદ્યાર્થિનીના સાઇન બોર્ડ પર પણ ખૂબ હોબાળો મચી જવા પામ્યો. એ છોકરીના સાઇન બોર્ડ પર લખ્યું હતું કે શું તમે મને પોતાના યૂથનો હિસ્સો બનાવવા નહીં માંગો? આ બે તસવીરો સામે આવ્યા બાદ NJUને ખૂબ નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓ પણ સાઇન બોર્ડ હાથમાં લઈને હતા, પરંતુ તેમના સાઇન બોર્ડ પર કન્ટેન જરાય વિવાદિત નહોતા. એક સ્ટુડન્ટે સાઇન બોર્ડ પર લખ્યું હતું કે શું તમે NJUના ઇમદાર, મહેનતુ અને મહત્ત્વકાંક્ષી સ્ટુડન્ટ બનવાનું પસંદ કરશો?

આ યુનિવર્સિટીએ જેવી જ આ જાહેરાત સોશિયલ મીડિયા પર નાખી, ત્યારબાદ જ તેના પર ખૂબ વિવાદ થવા લાગ્યો અને અનેક કમેન્ટ્સમાં આ યુનિવર્સિટીના સેક્સિસ્ટ વલણની સખત નિંદા થવા લાગી. એક યુઝરે લખ્યું કે શું એ છોકરીઓ મહેનતુ નથી, જેમણે આ યુનિવર્સિટીની એન્ટ્રેસ એક્ઝામ પાસ કરી છે? છતા આખરે તેમનો ઉપયોગ કરીને છોકરાઓને વિનવવાનો પ્રયત્ન કેમ કરવામાં આવી રહ્યો છે? તો અન્ય એક શખ્સનું કહેવું હતું કે એક ટોપ યુનિવર્સિટી હોવાના કારણે તમારા પોતાના એકેડેમિક રેકોર્ડના બળે સ્ટુડન્ટ્સને બોલાવવા જોઈએ, ન કે આ રીતેની બકવાસ હરકત કરવી જોઈએ.

સોશિયલ મીડિયા પર વિવાદ વધતો જોઈને NJUએ આ જાહેરાતો ડીલિટ કરી દીધી છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર લોકોએ ઓવર રિએક્ટ કર્યું છે અને આ જાહેરતોને એટલી ગંભીરતથી લેવાની જરૂરિયાત નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp