હેલિકોપ્ટર પર લટકીને મગરના ઈંડા ઉઠાવી રહ્યો હતો ટીવી સ્ટાર, જતો રહ્યો જીવ!

PC: aajtak.in

એક ટીવી સ્ટાર હેલિકોપ્ટર પર લટકીને મગરના ઈંડા ઉઠાવવાની કોશિશ કરી રહ્યો હતો, જે દરમિયાન એક મોટી ઘટના બની ગઈ જેમાં આ ટીવી સ્ટારનું મોત નીપજ્યું.

મગરના ઈંડા ઉઠાવવાના ચક્કરમાં એક ટીવી સ્ટારનું દર્દનાક મોત થઇ ગયું. આ ટીવી સ્ટાર હેલિકોપ્ટર પર ચાર ફૂટ નીચે લટકીને મગરના ઈંડાઓની પાસે પહોંચવા માંગતો હતો, અને તે આ કાર્યમાં સફળ પણ થયો. પરંતુ ત્યારબાદ એક મોટી દુર્ઘટના બની ગઈ.

એર ટ્રાન્સપોર્ટ સેફટી બ્યૂરોના જણાવ્યા અનુસાર આઉટબેક રેંગલર ટીવી શોનો સ્ટાર ક્રિસ વિલો વિલ્સનનું મોત એક હેલિકોપ્ટર અકસ્માતમાં થયું. આ ઘટના ઓસ્ટ્રેલિયાના ઉત્તર ખાતે આવેલ વેસ્ટ અર્નહેમ લેન્ડમાં બની હતી. ટીવી સ્ટાર ક્રિસ એક હેલિકોપ્ટર સાથે લટકી રહ્યો હતો અને તે સમયે તે ઝાડોની વચ્ચે ફસાઈ ગયો.

28 ફેબ્રુઆરીના રોજ હેલિકોપ્ટરના કાટમાળથી ૧૩૦ ફૂટ દૂર આ ટીવી સ્ટાર ખૂબ જ ઊંડી ઇજાઓ સાથે મળી આવ્યો. જ્યારે ૨૮ વર્ષનો પાયલોટ સેબેસ્ટિયન રોબિન્સન પણ આ ક્રેશમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં સદનસીબે પાયલોટનો જીવ બચી ગયો.

જોકે હેલિકોપ્ટર ક્રેશ થયા પછી જ્યારે રોબિન્સન રેડીયો મેસેજનો રીપ્લાય નહી આપી રહ્યો હતો, ત્યારે એકબીજા હેલિકોપ્ટર ક્રૂ એ કાટમાળને શોધી કાઢ્યો. માનવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયાના 90 મિનીટ પછી તેને સ્પોટ કરવામાં આવી શકતે.

એક રિપોર્ટ મુજબ ટીવી સ્ટાર ક્રિસ હેલિકોપ્ટર સાથે લટકીને મગરના ઈંડા ઊંચકવામાં સફળ થઈ ગયો હતો, પરંતુ હેલિકોપ્ટર ક્રેશ થયા પછી હજી સુધી તે ઈંડા નથી મળી રહ્યા.

ટ્રાન્સપોર્ટ કંપનીના ATSB ડાયરેક્ટર, સ્ટુઅર્ટ મૈક્લીયોડે કહ્યું - શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે, જમીન સાથે અથડાવા પહેલા જ હેલિકોપ્ટરનું એન્જિન બંધ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલા હેલિકોપ્ટરના રોટર બ્લેડ ઝાડ સાથે અનેકવાર અથડાયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, આઉટબેક રેંગલર શોમાં ક્રિશની સાથે મેટ રાઈટ અને જૉનો બ્રાઉન પણ દેખાઈ આવતા હતા. આ ટીવી શો ચલાવવા વાળા ધ ફોર્ડહમ કંપનીએ ક્રીસને શ્રદ્ધાંજલિ આપી છે અને કહ્યું કે મેટ રાઈટ, તેઓનો પરિવાર અને ટીમ આ દુઃખદ ઘટનાને કારણે આઘાતમાં છે. ક્રિશની પત્ની ડેનિયલ અને તેઓના બે નાના બાળકો, ટેડ અને ઓસ્ટિનની સાથે અમારી પૂરી સહાનુભૂતિથી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp