26th January selfie contest

જંગલમાં આગ, ગરમીનું મોજું, દુકાળ ભારતના આ 9 રાજ્યોમાં ક્લાઈમેટ ચેન્જના જોખમો

PC: thethirdpole.net

બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત દેશના 9 રાજ્યો જળવાયુ પરિવર્તનના મોટા જોખમનો સામનો કરી રહ્યા છે. આ રિપોર્ટ ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ (XDI) દ્વારા વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. અહેવાલમાં, આબોહવા પરિવર્તન અને આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે માનવ પ્રવૃત્તિઓ અને મકાનોથી ઇમારતો સુધી એટલે કે માનવ નિર્મિત પર્યાવરણને આબોહવા પરિવર્તન અને આત્યાંતિર હવામાનથી  થતા નુકશાનની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં આના આધારે રેન્કિંગ કરવામાં આવ્યું હતું. પૂર, જંગલમાં આગ, ગરમીનું મોજું, દરિયાની સપાટીમાં વધારો જેવા જોખમો વધવાના સંકેત આપવામાં આવ્યા છે.

XDIના રિપોર્ટને સાચો માનીએ તો વર્ષ 2050માં, 200 જોખમી પ્રાંતોમાંથી 114 એશિયામાં છે, જેમાં ભારત અને ચીનના રાજ્યો વધુ છે. અભ્યાસ મુજબ, 2050 સુધીમાં જે રાજ્યો સૌથી વધુ જોખમથી ઘેરાયેલા હશે. તેમાંથી, ટોચના 50 રાજ્યોમાંથી 80 ટકા ચીન, અમેરિકા અને ભારતના હશે. ટોચના 50માં ચીન પછી ભારતના સૌથી વધુ નવ રાજ્યો છે. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને કેરળનો સમાવેશ થાય છે.

આ રિપોર્ટમાં  ટોપ-100માં પાકિસ્તાનના અનેક પ્રાંત પણ સામેલ છે. ગયા વર્ષે જૂન અને ઓગસ્ટ મહિનાની વચ્ચે પાકિસ્તાનમાં આવેલા વિનાશકારી પૂરને કારણે 30 ટકા વિસ્તાર પ્રભાવિત થયો હતો. આ પૂરને કારણે સિંધ પ્રાંતના લગભગ 9 લાખ ઘરો પુરી રીતે અથવા આશિંક રીતે નુકશાનીનો ભોગ બન્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના દરેક રાજ્ય, પ્રાંત અને પ્રદેશ માટે ખાસ કરીને નિર્મિત પર્યાવરણ પર કેન્દ્રિત ભૌતિક આબોહવા જોખમ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે.

અમેરિકાના આર્થિક રીતે મહત્વપૂર્ણ રાજ્યો કેલિફોર્નિયા, ટેક્સાસ અને ફ્લોરિડાને સૌથી વધુ અસર થશે. આ ઉપરાંત, મહત્વપૂર્ણ એશિયન આર્થિક કેન્દ્રોમાં બેઇજિંગ, જકાર્તા, હો ચી મિન્હ સિટી, તાઇવાન અને મુંબઈ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. ટોચના 50માં અનેક પ્રાંતો અને રાજ્યો ધરાવતા અન્ય દેશોમાં બ્રાઝિલ, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. યુરોપમાં, ઉચ્ચ રેન્કિંગ વાળા રાજ્યોમાં લંડન, મિલાન, મ્યુનિક અને વેનિસ શહેરોનો સમાવેશ થાય છે.

XDI ના CEO રોહન હેમડેને જણાવ્યું હતું કે, આબોહવા પરિવર્તનને કારણે આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ સર્જાય તો નુકસાનના એકંદર સ્કેલ અને જોખમમાં વધારો થવાના સંદર્ભમાં એશિયના વિસ્તારોને સૌથી વધુ સહન કરવું પડશે. પરંતુ જો આબોહવા પરિવર્તનને વધુ ખરાબ થતું અટકાવવામાં આવે અને આબોહવા તરફ ટકાઉ રોકાણ વધે તો સૌથી વધારે ફાયદો પણ એશિયન દેશોને જ થશે. તે અત્યાર સુધીનું ભૌતિક આબોહવા જોખમનું સૌથી અત્યાધુનિક વૈશ્વિક વિશ્લેષણ છે, જે અગાઉ ક્યારેય ન જોયેલું સ્કેલ અને ઊંડાણ અને ગ્રેન્યુલારિટી પ્રદાન કરે છે. પ્રથમ વખત, ફાઇનાન્સ ઉદ્યોગ હવે લાઇક-ફોર-લાઇક પદ્ધતિનો ઉપયોગ કરીને મુંબઇ, ન્યૂયોર્ક અને બર્લિનની સીધી સરખામણી કરી શકે છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp