મોટો ખુલાસો: સમય પહેલા જન્મ લઈ રહેલા બાળકો માટે પર્યાવરણ પરિવર્તનનું મોટું કારણ

PC: raisingchildren.net.au

માણસોની ભૂલોના કારણે આગામી પેઢી સમય પહેલા જન્મ લઈ રહી છે. તેનું કારણ શું છે તમે જાણો છો? કેમ કે માણસોની ગતિવિધિઓના કારણે આખી દુનિયામાં થઈ રહેલું ક્લાઇમેટ ચેન્જ એટલે કે પરિવર્તન. એક નવી સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે કે પર્યાવરણ પરિવર્તનના કારણે બ્રાઝીલથી અમેઝોન વિસ્તારમાં પ્રી-મેચ્યોર બર્થ (સમય પહેલા જન્મ)ના કેસ ખૂબ વધારે વધી રહ્યા છે. આ સ્ટડી 11 વર્ષ વચ્ચે જન્મેલા 3 લાખ બાળકો પર કરવામાં આવી છે.

બ્રિટનની લેંકાસ્ટર યુનિવર્સિટી અને FIOCRUZ હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધનકર્તાએ મળીને આ સ્ટડી કરી છે. આ સ્ટડી મુજબ બ્રાઝીલના અમેઝોન વિસ્તારમાં વર્ષ 2006-2017 દરમિયાન અત્યાર સુધી લગભગ 3 લાખ બાળકોનો જન્મ થયો. જ્યારે સ્થાનિક ડેટા અને જન્મેલા બાળકોના સ્વાસ્થ્યનું વિશ્લેષણ કર્યું તો હેરાન કરનારી ઘટના સામે આવી. પર્યાવરણ પરિવર્તનના કારણે બાળકોના જન્મના સમયે વજન ઓછો હતો. તેના સૌથી મોટું કારણ સૌથી વધારે વરસાદ રહ્યો.

સાથે જ ખરાબ શિક્ષણ પ્રણાલી, સ્વાસ્થ્ય સુવિધાઓ અને આર્થિક નબળાઈ. એટલું જ નહીં સામાન્ય વરસાદના કારણે 40 ટકા નવજાતોનું વજન ઓછું રહી જાય છે. આ સ્ટડી નેચર સસ્ટેનેબિલિટી જર્નલમાં સોમવારે પ્રકાશિત થઈ છે. આ સ્ટડી કરનારા સંશોધનકર્તાઓમાંથી એક લ્યુક પેરીએ જણાવ્યું કે બ્રાઝીલમાં ક્લાઇમેટ ચેન્જના કારણે વધેલા વરસાદમાં મલેરિયા જેવી સંક્રામક બીમારીઓ ફેલાય છે. તેનાથી ખાવાની પરેશાની થાય છે. ગર્ભવતી મહિલાઓની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. આ બધા મળીને જન્મેલા બાળકો અને નવજાતના સ્વાસ્થ્ય પર અસર નાખે છે.

લ્યુક પેરી કહે છે કે આ પર્યાવરણીય નાઈન્સાફીનું એક ઉદાહરણ છે, કેમકે લોકો અમેઝોનના કપાઈ રહેલા જંગલોથી ખૂબ દૂર છે. આ લોકોના કારણે અહીં પર્યાવરણ નથી બદલાયું. ક્લાઇમેટ ચેન્જ ન થયું, પરંતુ ભોગવી આ લોકો રહ્યા છે. તેમને પર્યાવરણે સૌથી પહેલા હિટ કર્યા અને ખૂબ ખરાબ રીતે હિટ કર્યા છે. સાયન્સ એડવાન્સિસ નામના જર્નલમાં વર્ષ 2018મા એક રિપોર્ટ છપાયો હતો કે અમેઝોન નદીઓમાં થોડા દશકો પહેલા આટલા પૂર નહોતા. હવે તો દર વર્ષે 5 વાર પૂર આવવું સામાન્ય થઈ ગયું છે. ગયા અઠવાડિયે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ અમેઝોન વિસ્તારમાં પડનારા એકરે પ્રાંતમાં આવેલા પૂરની હવાઈ મુસાફરી કરીને ખબર લીધી હતી. ત્યાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

લ્યુક પેરી કહે છે કે બ્રાઝીલના અમેઝોન વિસ્તારમાં રહેનારા લોકો અહીં બદલાયેલા પર્યાવરણના હિસાબે પોતાને બદલી રહ્યા છે, પરંતુ કોઈ સમાધાન નથી. હવે નદીઓનું વધતું જળસ્તર અને ભયાનક વરસાદ અહીં રહેનારા લોકોને બદલવાની ક્ષમતાથી વધારે તકતાવર સાબિત થઈ રહી છે. સ્ટડી મુજબ લાંબા સમય સુધી પ્રાંતિય અમેઝોનિયા પર રાજનૈતિક ઉપેક્ષાનો શિકાર થવો પડ્યો. બ્રાઝીલમાં વિકાસ પણ અનિયમિત છે.

આ બધાના કારણે ક્લાઇમેટ ચેન્જ અને સ્વાસ્થ્ય સંબંધિત અસામાન્યતાનો લોકોનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાઝીલની સરકારની સ્ટડી દ્વારા 3 મુખ્ય વાતોની અપીલ કરવામાં આવી છે. પહેલા ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખવામાં આવે. બીજું કે હાઇસ્કૂલ સુધી ગ્રામીણ બાળકોને ભણાવવામાં આવે. બીજી કે પૂર જેવી પ્રાકૃતિક અપત્તિઓ પહેલા સૂચના આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp