કોરોનાવાયરસઃ જેક મા, બિલ ગેટ્સ, TikTokએ આપ્યા એટલા રૂપિયા કે બની જાય 4 હોસ્પિટલ
ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોનાવાયરસથી અત્યારસુધીમાં 7892 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 7771 માત્ર ચીનમાં જ છે. આ વાયરસના સંક્રમણથી અત્યારસુધીમાં 170 લોકોના મોત થઈ ચુક્યા છે. દરમિયાન દુનિયાભરના ધનવાન લોકો કોરોનાવાયરસ સામે લડવા માટે આશરે 2000 કરોડ રૂપિયા આપી ચુક્યા છે. તેમાં સૌથી ઉપર જે ધનિક વ્યક્તિનું નામ છે, તે છે જેક મા. આટલા પૈસામાંથી ચીન કોરોનાવાયરસથી પીડિત લોકો માટે 4 હોસ્પિટલ બનાવી શકે છે.
ચીનના બીજા નંબરના સૌથી ધનિક જેક માની કંપની અલી બાબાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, તે વુહાન સહિત ચીનની તમામ હોસ્પિટલોને દવાઓ માટે 144 મિલિયન ડૉલર એટલે કે 1029 કરોડ રૂપિયા આપશે. આ રકમમાંથી 100 કરોડ રૂપિયા કોરોનાવાયરસના વેક્સીનને વિકસિત કરવા સંશોધન કરનારી સંસ્થાઓને આપવામાં આવશે.
TikTok વીડિયોની કંપની બાઈટડાંસ, ટેનસેંટ અને બાયદૂએ ચીનમાં કોરોનાવયરસના દર્દીઓની મદદ, સારવાર અને દવાઓ માટે 115 મિલિયન ડૉલર એટલે કે 821 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમાં વુહાનમાં બની રહેલી 1000 બેડની હોસ્પિટલ માટે પણ રકમ નક્કી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ઝાંગ યિમિંગ TikTokના માલિક છે.
આ ઉપરાંત, અમેરિકી ધનવાન બિલ ગેટ્સ એન્ડ મલિંદા ગેટ્સ ફાઉન્ડેશને 10 મિલિયન ડૉલર એટલે કે આશરે 71 કરોડ રૂપિયા કોરોનાવાયરસની સારવાર અને પીડિત લોકોની મદદ માટ છે. આ ઉપરાંત, ફ્રાન્સના અરબપતિ ફ્રૈંકોઈસ પિનાલ્ટે 3.3 મિલિયન ડૉલર એટલે કે 23.57 કરોડ રૂપિયા આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp