જરૂરી કામથી કબ્રસ્તાન ગયા હતા પતિ-પત્ની, ઘર લઇ આવ્યા આ મોટી મુશ્કેલી

PC: dailystar.co.uk

પોતાની ખાલી સમયમાં પેરાનોર્મલ એક્ટિવિટી પર તપાસ કરનાર એક કપલે પોતાના માટે મુશ્કેલી ઊભી કરી લીધી છે. બંને સાથે કબ્રસ્તાન ગયા હતા. પછી જ્યારે ઘરે પાછા ફર્યા તો હેરાન કરી દેનારી વાત ખબર પડી. તેમનું કહેવું છે કે, તેઓ સાથ એક ખરાબ આત્માને લઇ આવ્યા છે. તેનું નામ જોર્જ છે. તે તેમની પાછળ પાછળ ઘરે સુધી આવી ગયો અને હવે બંનેને મારવા માગે છે. 58 વર્ષીય ચાર્લી હાર્કર અને તેની 59 વર્ષની પત્ની ટેરેસા હગીઝ એક ઘોસ્ટ ઇન્વેસ્ટિગેશન કંપની લાફ્ટરલાઇફ પેરાનોર્મલ ચલાવે છે.

બંને દુનિયાભરની ડરામણી જગ્યાએ જાય છે. પછી અહીં શોધમાં સામે આવતી વસ્તુઓને ફેસબુક લાઇવમાં બતાવે છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, કપલ સાથે ગયા વર્ષે પણ ડરામણી ઘટનાઓ થઇ છે. હવે તેમનું માનવું છે કે, તેમનું ઘર ભૂતિયા ગતિવિધિઓનું કેન્દ્ર બની ચૂક્યું છે. ચાર્લી અને ટેરેસાનું માનવું છે કે તેમને જોર્જ નામનું ભૂત પરેશાન કરી રહ્યું છે. કથિત ઘટના બ્રિટનના બર્મિંઘમ પાસે બૉલ્સૉલ શહેરમાં લાઇમ પિટ્સ નેચર રિઝર્વની છે. જ્યાં આ કપલ રહે છે.

ચાર્લીનું કહેવું છે કે, તેણે પોતાની પત્ની ટેરેસાને માટીમાં સૂતી જોઇ. ચારેય તરફ અંધારું હતું. તેણે પત્ની ચીસો પાડતી હોય તેવો અવાજ સાંભળ્યો ત્યારે તે ત્યાં પહોંચ્યો. ટેરેસા કોઇને કે કોઇક વસ્તુને ત્યાંથી જવા બોલી રહી હતી. ચાર્લી છેલ્લા 18 વર્ષથી પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર તરીકે કામ કરી રહ્યો છે. તે કહે છે કે આ બધુ એ દિવસ થયું, જ્યારે અમે કબ્રસ્તાન ગયા હતા. ત્યારે બધુ ખરાબ થઇ ગયું. અહીથી તેની શરૂઆત થઇ હતી.

મને લાગે છે કે આ જોર્જ જ હતો, જે મારી પત્નીના શરીરમાં ઘૂસી ગયો. બીજી તરફ ટેરેસાનું કહેવું છે કે તેને બસ એટલું યાદ છે કે તેનો પતિ ચાર્લી તેની સાથે ઊભો હતો. ચાર્લીનું કહેવું છે કે, તેમના ઘરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વસ્તુઓ બદલાઇ રહી છે. કપલનું કહેવું છે કે, ઘરમાં તેના પર અદૃશ્ય હાથોથી વસ્તુઓ ફેંકવામાં આવી, જેમાં છરો પણ સામેલ છે. કપલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉપકરણ, ડૉલ વગેરેનો ઉપયોગ કરીને પોતાના ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટીની તપાસ કરી.

તેમનું માનવું છે કે, તેમણે કેટલાક પુરાવા એકત્ર કર્યા છે. કપલે લોકો પોતાના ફેસબુક લાઇવમાં એક ડરામણી ઢીંગલીને સીડીઓ પરથી નીચે પડતી દેખાડી છે. ચાર્લીનું કહેવું છે કે તેણે જોર્જ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જે આ બધા માટે જવાબદાર છે. તે કહે છે કે હવે જાહેર રૂપે અમે તેની સાથે સંપર્ક કર્યો છે અને તેનું નામ જાણ્યું છે. ત્યારે તે ‘મારી નાખીશ, મરી જાવ’ જેવી વાતો કહી રહ્યો હતો. આ શબ્દ તેણે બોર્ડ પર ઉપયોગ કર્યા. ત્યારબાદ અમારી આસપાસ ગતિવિધિઓ હજુ વધી ગઇ. હું પહેલા પણ આ પ્રકારની વસ્તુઓને પહોંચીવળ્યો છું, પરંતુ આ થોડી અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp