બાળકને લઈને પહોંચ્યા ખતરનાક ઊંચાઈ પર કેમ્પ કરવા માટે, પોલીસ કર્યો દંડ

PC: aajtak.in

લોકો પોતાની લાઈફમાં એડવેન્ચરની મજા માણવા માટે ઘણા અખતરાઓ કરતા હોય છે પરંતુ ઘણી વખત આ એડવેન્ચર તમારી સાથે તમારા નજીકના લોકોનો જાવ પણ જોખમમાં મૂકી દે છે. તેવું જ ઈંગ્લેન્ડમાં એક કપલ પોતાના નાનકડા બાળકને લઈને કેમ્પિંગ કરવા માટે ગયું હતું પરંતુ કદાચ તેમને અંદાજો નહીં હોય કે હોલિડે મનાવવાના ચક્કરમાં તેમણે જબરજસ્ત વિવાદ ઝેલવો પડશે. અસલમાં આ કપલ સ્ટેથસ નામની જગ્યા પર કેમ્પ કરવા માટે પહોંચ્યુ હતું. અહીં પહોંચીને આ લોકોએ 280 ફૂટની ઊંચાઈ પર ખતરનાક રીતે પોતાનો કેમ્પ લગાવ્યો હતો. જેનાથી આ કપલને અને બાળકને ખતરો થઈ શકતો હતો.

નોર્થ યોર્કશાયર પોલીસના પ્રવક્તાએ કહ્યું કે આ ક્ષેત્રમાં રાતભર કેમ્પ લગાવવો ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. આ લોકો ન માત્ર પોતાની અને પોતાના બાળકની સુરક્ષા સાથે ખિલવાડ કરી રહ્યા હતા પરંતુ અહીં જો લેન્ડસ્લાઈડ જેવી હાલત થઈ જતે તો આ લોકો પોતાની સાથે અહીં હાજર ઈમરજન્સી સર્વિસની જાન પણ ખતરામાં નાખી શકતા હતા.

પોલીસે કહ્યું કે ડોન્કાસ્ટરમાં રહેનારી 27 વર્ષની મહિલા અને મિડિલસ્બર્ગમાં રહેનારો 30 વર્ષીય આ વ્યક્તિ પર કોરોના વાયરસ ગાઈડલાઈન તોડવાને લીધે પણ ફાઈન કરવામાં આવ્યું છે. આ કેમ્પના ફોટા સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં તમે જોઈ શકશો કે આસપાસ કોઈ માણસનો અવાજ શું માણસ પણ દેખાઈ રહ્યું નથી. આ પહાડ પર માત્ર કપલનો ટેન્ટ જોવા મળી રહ્યો છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે લોકોને કોસ્ટ ગાર્ડ રેસક્યુ ઓફિસર દ્વારા સુરક્ષિત જગ્યાએ જતું રહેવા માટેની સલાહ આપવામાં આવી હતી કારણ કે આ લોકેશન ઘણું ખતરનાક હતું. આ ન્યૂઝ વાયરલ થવાને લીધે લોકો પણ આ કપલના એડવેન્ચરની આલોચના કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ કપલના ખતરનાક હોલીડે સ્પોટને લઈને લોકોએ પોતાનો વ્યૂ પોઈન્ટ મૂક્યો છે. એક વ્યક્તિએ કહ્યું હતું કે આ લોકો ન માત્ર પોતાના બાળક અને પોતાની જાન ખતરામાં નાખી રહ્યા છે પરંતુ કોસ્ટ ગાર્ડનો જરૂરી સમય પણ ખરાબ કરી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલા જ એક કોસ્ટગાર્ડ બે લોકોની જાન બચાવવા જતા પોતે ગળાની નીચેથી લકવાગ્રસ્ત થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp