Video: USએ બનાવ્યું સ્પેસ બલૂન, 1 લાખ ફૂટની ઉંચાઈ પર કરી શકાશે લગ્ન, જાણો ખર્ચ

PC: dailymail.co.uk

હાલમાં જ રીચર્ડ બ્રાન્સન અને જેફ બેજોસની સ્પેસ યાત્રાને કારણે સ્પેસ ટૂર ચર્ચામાં છે. હવે સ્પેસ વેડિંગનું સપનું પણ સાકાર કરી શકાશે. સ્પેસ બલૂનમાં બેસીને 1 લાખ ફૂટની ઉંચાઈ પર લગ્ન કરી શકાશે. ફ્લોરિડાની કંપની સ્પેસ પર્સપેક્ટિવે ખાસ પ્રકારના સ્પેસ બલૂન તૈયાર કર્યા છે. તેનો આકાર એક ફૂટબોલ સ્ટેડિયમ જેટલો છે. એકવાર સ્પેસ બલૂનમાં પ્રવાસ કરવા માટે તમારે 93 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ યાત્રા 2024થી કરી શકાશે.

કંપનીનો દાવો છે કે, ઘણા લોકોએ આ સ્પેસ બલૂનમાં પ્રવાસ કરવા માટે અત્યારથી જ બુકિંગ પણ કરાવી દીધુ છે. તે પૈકી કેટલાક લોકોએ પોતાના લગ્ન માટે સ્પેસ બલૂનની પસંદગી કરી છે. સ્પેસ બલૂન એકવારમાં 8 લોકોને અવકાશમાં લઈને જશે. આ પ્રવાસ 6 કલાકનો હશે. તેને માટે એડવાન્સ બુકિંગ જૂનના અંતિમ અઠવાડિયાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, કોર્પોરેટ ઈવેન્ટ અને બર્થડે જેવા સેલિબ્રેશન માટે પણ તેને બુક કરી શકાય છે.

મળશે આ સુવિધાઓ

  • સ્પેસ બલૂનમાં પ્રવાસ દરમિયાન પૃથ્વીને 360 ડિગ્રી પર જોઈ શકાશે.
  • બલૂનમાં ન્હાવા માટે બાથરૂમ, સાથે જ બાર અને વાઈફાઈની પણ સુવિધા મળશે.
  • તેની નક્કી કરેલી ઉંચાઈ પર પહોંચ્યા બાદ ચારે બાજુ 725 કિમી દૂર સુધી જોઈ શકાશે.
  • ફ્લાઈટ દરમિયાન બ્રેકફાસ્ટ અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરી શકાશે.

કંપનીએ આ વર્ષે જૂન મહિનામાં બલૂનનું ટેસ્ટિંગ કર્યું હતું. તેને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરની પાસે બનેલા સ્પેસ કોસ્ટ સ્પેસપોર્ટ પરથી છોડવામાં આવ્યું હતું. આ બલૂનનું નામ નેપ્ચ્યૂન વન રાખવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, સ્પેસફ્લાઈટ માટે વર્ષ 2024 સુધીનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. હવે વર્ષ 2025 સુધીનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્પેસ બલૂનમાં પ્રવાસ કરવા માટે તમે કંપનીની વેબસાઈટ પર જઈને ડાયરેક્ટ બુકિંગ પણ કરાવી શકો છો.

આ સ્પેસ બલૂન અંગે કંપનીનું કહેવુ છે કે, ભવિષ્યમાં સ્પેસને જોવુ એકદમ યૂરોપ ફરવા જેવું સરળ બની જશે. એટલું જ નહીં, પરંતુ તેને માટે તમારે કોઈ ખાસ પ્રકારના કપડાં પહેરવાની પણ જરૂર નહીં પડશે. તેમા બેસવું એકદમ પ્લેનમાં બેસવા જેટલું આરામદાયક હશે. આમ, તેનો પ્રવાસ સુરક્ષિત અને આરામદાયક હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp