ઉડતા પ્લેનનું એન્જિન બંધ કરવા જઈ રહેલા પાયલટનો ખુલાસો- 'મને લાગ્યું કે..'

PC: nypost.com

રવિવારે અલાસ્કા એરલાઇન્સના એક વિમાનમાં બેઠા બધા મુસાફર એ સમયે આઘાતમાં સરી પડ્યા જ્યારે વિમાનના એક ઓફ ડ્યૂટી પાયલટ ઉડતા પ્લેનનું એન્જિન બંધ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારબાદ વિમાનના અન્ય પાયલટોએ તેને કોકપિટથી ખેંચીને બહાર કરી દીધો હતો. પોર્ટલેન્ડમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ બાદ ઇમર્સનની ધરપકડ કરી લેવામાં આવી હતી. 83 લોકોની હત્યાના પ્રયાસના કેસમાં ઇમર્સનની ધરપકડ કરી લેવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી AFPના રિપોર્ટ મુજબ, મંગળવારે કોર્ટની કાર્યવાહીથી ખબર પડી કે ઇમર્સને મેજિક મશરૂમ ખાઈ લીધા હતા, જેના કારણે તે નર્વસ બેકડાઉનનો શિકાર થઈ ગયો હતો. નર્વસ બેકડાઉનમાં મનુષ્યની અંદર ગભરાટ થવા લાગે છે અને તેનું મન સ્વિંગ ખૂબ જલદી જલદી થાય છે. જો કે, આ પહેલી વખત નથી, જ્યારે કોઈ જહાજને જાણીજોઇને પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ અગાઉ વર્ષ 2015માં બાર્સિલોનાથી ડસેલડોર્ફ જઈ રહેલા જર્મનવિંગ્સ જહાજને પાયલટે જાણીજોઇને દુર્ઘટનાગ્રસ્ત કરી દીધો હતો. આ અકસ્માતમાં બધા મુસાફરો અને ચાલક દળના સભ્યો સહિત 150 લોકોના મોત થઈ ગયા હતા.

ઇમર્સને પોલીસને જણાવ્યું કે, તે છેલ્લા 40 કલાકથી સૂતો નથી. પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન જહાજના પાછળના ભાગમાં ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેબિન ક્રૂના સભ્યોએ તેને રોકી લીધો. ગુનાહિત ફરિયાદ મુજબ, ઇમર્સને પોલીસને જણાવ્યું કે, ‘મેં બંને ઇમરજન્સી શટઓફ હેન્ડલને ખેંચી લીધા કેમ કે મને લાગ્યું કે હું સપનું જોઈ રહ્યો છું અને હું બસ જાગવા માગું છું.’ આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારી અને પાયલટ ઇમર્સને સાઇકેડેલિક મશરૂમના ઉપયોગ બાબતે વાત કરી. ઇમર્સને જણાવ્યું કે, તેણે પહેલી વખત આ મશરૂમ ખાધા હતા.

અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન પાયલટ ઇમર્સને આ આરોપો માટે તેને દોષી કરાર ન આપવાનો અનુરોધ કર્યો છે. અલાસ્કા એરલાઇન્સે મંગળવારે કહ્યું કે, તેણે ઇમર્સનને અનિશ્ચિતકાલીન માટે સેવાથી હટાવી દીધો છે અને બધા કર્તવ્યોથી મુક્ત કરી દીધો છે. આ અગાઉ અલાસ્કા એરલાઇન્સે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે ઇમર્સનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને વિમાનનું એન્જિન હંમેશાં ચાલુ રહ્યું. બધા યાત્રીઓ અને ચાલક દાળને વિમાનથી સુરક્ષિત ઉતારી લીધા છે.

શું છે નર્વસ કે મેન્ટલ બ્રેકડાઉન?

નર્વસ કે મેન્ટલ બ્રેકડાઉન એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિનું માનસિક સંતુલન બગડી જાય છે. આ કારણે એ વ્યક્તિના વહાવહારમાં અચાનક બદલાવ જોવા મળે છે. આ એક પ્રકારનું મૂડ સ્વિંગ હોય છે જેને અવસાદની એક ગંભીર સ્થિતિના રૂપમાં બતાવવામાં આવે છે. તેને નર્વસ બ્રેકડાઉન પણ કહેવામાં આવે છે. તેમાં ડિપ્રેશન, એંગ્ઝાઇટી, એક્યૂટ સ્ટ્રેસ ડિસઓર્ડર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp