આ છે ધરતીનું સૌથી ગરમ ક્ષેત્રઃ જેનું વાતાવરણ અને નજારો મંગળ ગ્રહ જેવો છે

PC: wp.com

NASA થી ISRO સુધી ઘણી સ્પેસ એજન્સીઓ મંગળ ગ્રહ સુધી પહોંચી ગઈ છે. તેમની આ સફળતા પછી લોકોમાં મંગળ ગ્રહ પહોંચવાની અને ત્યાં વસવાની આશા જીવંત થઈ ગઈ છે. જોકે, આ લગભગ અસંભવ છે, કારણ કે ત્યાંનું વાતાવરણ જીવનના અનુકૂળ છે કે નહીં તેની જાણ કોઈને નથી. આ ઉપરાંત મંગળ ગ્રહ સુધી પહોંચવામાં પણ 1 વર્ષથી વધારે સમય લાગે છે. છતાં લોકોની ચાહ ત્યાં વસવાની છે.

એવામાં અમે તમને ધરતી પર મોજૂદ એક એવી જગ્યા વિશે જણાવીશું, જે દેખાવે હૂબહૂ મંગળ ગ્રહ જેવી જ છે. આ જગ્યાનું નામ છે Dallol. જે દુનિયાનું સૌથી ગરમ અને સૂકુ ક્ષેત્ર છે.

આ સ્થળનું વાતાવરણ અને નજારો મંગળ ગ્રહથી મેળ ખાય છે. આ એક રણપ્રદેશ છે. જે ઉત્તર-પૂર્વીય ઈથિયોપિયાના ફાર વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યાં ઘણી એક્ટિવ જ્વાળામુખીઓ છે. જેને કારણે ત્યાં ઘણી સલ્ફરની ઝીલ બની ગઈ છે. જેમાં દિવસ-રાત પાણી ઉકળતું રહે છે. આ વિસ્તાર ખૂબ જ ગરમ છે.

અહીં સરેરાશ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. Erta Ale તેની સૌથી ખતરનાક જ્વાળામુખી છે. સૂર્યની ગરમી અને જ્વાળામુખીથી નીકળતા લાવાને કારણે તેની જમીન રંગબેરંગી દેખાય છે. ક્યારેક લીલી, તો ક્યારે લાલ. જાણે ખરેખર તમે કોઈ ગ્રહ પર ચાલ્યા ગયા હોઉ.

આને જોઈ કોઈ પણ અહીં વસવા માટે તૈયાર થઈ જશે. પણ આ વિસ્તારમાં કોઈ રહેતું નથી, સિવાય ત્યાં રહેનારી ખાનાબદોશ જનજાતિ. તેઓ પણ આ ક્ષેત્રમાં માત્ર મીઠુ કાઢવા માટે આવે છએ. મીઠા દ્વારા જ તેમનું ગુજરાન ચાલે છે. મીઠું પકવવા પર જ તેમની રોજી-રોટી ચાલે છે. માટે તેમના સિવાય ત્યાં કોઈ માનવી રહેતું નથી. અહીં એટલી ગરમી પડે છે કે, સામાન્ય વ્યક્તિનું શરીર દાઝી જશે. આફ્રિકાના ઈથિયોપિયામાં આવેલી આ જગ્યાનું નામ દલોલ(Dallol) છે. જેને દુનિયાના સૌથી ગરમ અને સૂકા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp