કનેરિયા પર આફ્રિદીએ કહ્યું-તે દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપે છે જે ધાર્મિક ભાવના...
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાથી ખેલાડી દાનિશ કનેરિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપ્યો છે. કનેરિયાએ આફ્રિદી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો લગાવ્યા હતા. લેગ સ્પિનરે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાના પણ આરોપો લગાવ્યા.
આ આરોપોને નકારી કાઢતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે સમયે તે ફક્ત ધર્મનો મતલબ સમજી રહ્યા હતા, જ્યારે કનેરિયા મારા નાના ભાઇ જેવો છે. આફ્રિદીએ કનેરિયાના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ આરોપો ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને પૈસા કમાવવા માટે લગાવવામાં આવ્યા છે.
આફ્રિદીએ એક પાકિસ્તાની વેબસાઇટ દ્વારા કહ્યું કે, ‘જે વ્યક્તિ આ બધુ કહી રહ્યો છે, તેના પોતાના જ ચરિત્રને જૂઓ. કનેરિયા મારા નાના ભાઇ જેવો હતો અને હું તેની સાથે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું. જો મારી વર્તણૂંક ખરાબ હતી તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે તે વિભાગમાં તેણે ફરિયાદ કેમ નહોતી કરી? તે આપણા દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે જે ધાર્મિક ભાવનાઓ ભડકાવી શકે છે.’
દાનિશ કનેરિયાએ દાવો કર્યો હતો કે આફ્રિદી નથી ઈચ્છતો કે તે પાકિસ્તાનની ટીમનો હિસ્સો બને અને તેમણે અભિમાનના કારણે ટીમના અન્ય ખેલાડીઓને પણ તેમના વિરૂદ્ધ ભડકાવ્યા હતા. હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તે મારાથી જલી રહ્યા હતા, પણ મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમ્યો.’
લેગ સ્પિનર દાનિશ કનેરિયા હમણા સુધી પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચોમાં 261 વિકેટ લીધી છે. કનેરિયાએ 8 વન-ડે મેચોમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેના નામ પર 15 વિકેટનો ખિતાબ છે. વર્ષ 2009માં ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ પ્રો-લીગ મેચોમાં સ્પોટ ફિક્સિંગના આરોપામાં તેમને 2012માં ECB દ્વારા પ્રતિબંધિત કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp